બાળકી ભૂલી પડી અને અડધુ ગામ એકઠું થયું

1035
BVN152018-5.jpg

આજ બપોરના એક વાગ્યાના સુમારે સિહોરના વડલા ચોકમાં આશરે દસેક વર્ષની એક બાળકી પોતાના માતા-પિતા થી જુદી પડી જતા વડલા ચોકમાં ભારે ટોળા એકઠા થયા હતા અને આ ઘટનાનો ડ્રામાં એકાદ કલાક સુધી ચાલ્યો હતો અને આખરે ૧૮૧ ટીમને બાળકીને સોંપી દેવાઈ હતી આજ બપોરના સુમારે એક બાળકી પોતાના પરિવારથી વિખૂટી પડીને હેતબાઈ જતા ભાવનગર રાજકોટ રોડ રીતસર દોડધામ કરવા લાગી હતી રીતસર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જ્યારે બાળકી બચાવવા માટે સેવાભાવી ભાજપના અગ્રણી રાકેશભાઈ છેલાણા, સત્તારભાઈ ચા, અમિતભાઈ જાદવ, સહિત દોડી ગયા હતા અને ઘટનાને લઈ લોકોના મોટા ટોળા એકઠા થયા હતા બાળકી પોતાના પરિવાર થી વિખૂટી પડીને હેતબાઈ ગઈ હતી અને હાઇવે પર ભારે દોડધામ કરવા લાગી હતી જ્યારે બાળકીને બચાવવા સેવાભાવી યુવાનોએ પાછળ પાછળ દોડધામ કરીને આખરે ૧૮૧ ટીમને બાળકીને સોંપી દેવાઈ હતી ત્યારે સતત આ ડ્રામાં એકાદ કલાક સુધી ચાલ્યો હતો અને સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

Previous article૧૮૧ ટીમે આખરે બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું
Next articleબાસ્કેટબોલ સ્પર્ધામાં જિલ્લા ચેમ્પયન