ફેસબુક, ઇન્સ્ટા, વોટ્‌સએપ ડાઉન થતાં ૪૫,૫૫૫ કરોડનું નુકસાન

296

ફેસબુકના શેરમાં એક જ ઝાટકે ૪.૯ ટકાનો કડાકો બોલ્યો જેનાથી ઝુકરબર્ગને છ અબજ ડોલર નુકસાન ગયું
નવી દિલ્હી,તા.૫
સોમવારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. જેના કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. તેના કારણે ફેસબુકના શેરમાં તીવ્ર ઘટાડો થયો અને કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગની નેટવર્થ એક દિવસમાં ઇં ૬.૧૧ અબજ એટલે કે ૪૫,૫૫૫ કરોડ રુપિયા જેટલી ઘટી ગઈ હતી. વિશ્વના ધનિકોની યાદીમાં તેઓ એક સ્થાન નીચે પાંચમાં નંબરે પહોંચી ગયા છે. સોમવારે ફેસબુકના શેરમાં ૪.૯ ટકાનો ઘટાડો થયો છે. આ રીતે, સપ્ટેમ્બરના મધ્યથી કંપનીનો શેર લગભગ ૧૫ ટકા ઘટ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ફેસબુકના શેરમાં ઘટાડાને કારણે ઝુકરબર્ગની નેટવર્થ ઇં ૬.૧૧ અબજ ઘટીને ઇં ૧૨૨ અબજ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા તેઓ ૧૪૦ અબજ ડોલરની સંપત્તિ સાથે ધનિકોની યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયા હતા. પરંતુ હવે તે ફરી બિલ ગેટ્‌સની પાછળ છે પાંચમા નંબરે આવી ગયા છે. ૧૨૪ અબજ ડોલરની નેટવર્થ સાથે ગેટ્‌સ આ યાદીમાં ચોથા નંબરે છે. સોમવારે ફેસબુક અને તેની સહયોગી કંપનીઓ ઇન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપની સેવા કેટલાક કલાકો સુધી બંધ રહી હતી. ત્રણેય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્‌સ સોમવારે રાત્રે લગભગ ૯.૧૫ વાગ્યે બંધ થઈ ગઈ. ફેસબુક, વોટ્‌સએપ અને ઇન્સ્ટાગ્રામએ મંગળવારે સવારે ૪ વાગ્યે ફરી કામ કરવાનું શરૂ કર્યું પરંતુ તેમ છતાં તેની ઝડપ ખૂબ જ ધીમી છે. સેવા પુનઃસ્થાપિત થયા બાદ ફેસબુકે ટિ્‌વટર પર કહ્યું, ’વિશ્વભરના લોકો અને વ્યવસાયો કે જેઓ અમારા પર નિર્ભર છે તેના માટે અમે દિલગીર છીએ. અમે અમારી એપ્લિકેશન્સ અને સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમને જાણ કરતાં આનંદ થાય છે કે સેવાઓ ફરીથી ઓનલાઈન થઈ ગઈ છે. અમારી સાથે રહેવા બદલ આભાર.

Previous articleઅકસ્માતમાં ઘાયલને હોસ્પિ. પહોંચાડનારને ૫ હજાર મળશે
Next articleભાવનગરમાં પીજીવીસીએલ દ્વારા કોરોના તથા વીજ અકસ્માતમાં અવસાન પામનારા વીજ કર્મચારીઓના સ્મર્ણાર્થે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયું