ભાવનગરમાં આકાર પામશે અદ્યતન સર્કિટ હાઉસ, કાલે મુખ્યમંત્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરાશે

655

રૂ. સાડા છ કરોડના ખર્ચે 50 રૂમનું અદ્યતન સર્કિટ હાઉસ નિર્માણ હાથ ધરાશે, જૂનું બિલ્ડીંગ યથાવત રહેશે
ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પર સરકારી અતિથિગૃહ આવેલું છે, આ સ્થળે નવું બિલ્ડીંગ નિર્માણ કરી લક્ઝરી સર્કિટ હાઉસનું બાંધકામ હાથ ધરાશે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. ભાવનગરમાં હાલ વાઘવાડી રોડ પર 17 રૂમ સાથેનું સરકારી અતિથિગૃહ આવેલું છે, જેને વિસ્તારવા રૂ. 6.50 કરોડના ખર્ચ કરાશે. અહીં બાજુમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું અદ્યતન સર્કિટ હાઉસનું નિર્માણ થશે. જેમાં 33 જનરલ ડીલક્ષ રૂમ ઉપરાંત 6 વીવીઆઈપી અને 6 રૂમ વીઆઇપી રહેશે. કુલ 50 રૂમ સાથેના નવા સર્કિટ હાઉસમાં મિટિંગ હોલ, ડાઇનિંગ હોલ વિગેરેનો અલગથી સમાવેશ રહેશે. આ પ્રોજેકટનો આવતીકાલ તા.7 ઓક્ટોબરના રોજ બપોરે 2.30 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુલ ઉપસ્થિત રહી ઇ-ખાતમુહૂર્ત કરશે. તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર આર.યુ.પટેલએ જણાવ્યું હતું.

Previous articleભાવનગરમાં પીજીવીસીએલ દ્વારા કોરોના તથા વીજ અકસ્માતમાં અવસાન પામનારા વીજ કર્મચારીઓના સ્મર્ણાર્થે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયું
Next articleભાવનગરમાં બીયુ પરમીશન મામલે પીરછલ્લાનાં વત્સ કોમ્પ્લેક્ષની 34 દુકાનોને સીલ કરાતા ખળભળાટ