મહાનગરપાલીકાનાં ટાઉન ડેવલપમેન્ટ વિભાગની કડક કાર્યવાહીથી મીલ્કત ધારકોમાં ફફડાટ તંત્ર દ્વારા મિલ્કતને સીલ કરતા પહેલા નોટિસ પાઠવી જાણ કરવા છતાં મિલકત ધારકો બીયુ પરમિશન નહી લેતા કડક કાર્યવાહી કરવામાં આવી
ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા બિલ્ડીંગ યુઝ પરમીશન (કમ્પલીશન સર્ટીફીકેટ) નહી લેતા મિલકત ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આજરોજ શહેરના પિરછલ્લા મહેતા શેરીમાં આવેલી વત્સ કોમ્પ્લેક્ષની 34 જેટલી દુકાનોને સીલ કરાતા આ વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો હતો. આ વિસ્તારના વેપારીઓ અને લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા. મહાપાલિકાના ડેવલપમેન્ટ વિભાગના અધિકારી વઢવાણીયા સહિતના સ્ટાફે આજે પિરછલ્લામાં આવેલા વત્સ કોમ્પેલેક્ષની 34 જેટલી દુકાનોને સીલ કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે મિલકત ધારકો પાસે બીયુ પરમિશન ન હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યુ છે. તંત્ર દ્વારા મિલ્કતોને સીલ કરતા પહેલા નોટિસ પાઠવી જાણ કરવા છતાં મિલકત ધારકો બીયુ પરમિશન નહી લેતા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્રની કડક કાર્યવાહીથી મિલકત ધારકોમાં ભય અને ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાશે, તંત્ર દ્વારા બીયુ સર્ટી મામલે લાલ આંખ કરાતા મિલકત ધારકોમાં ભયનો માહોલ છે.