૨૪ કલાકમાં ૧૮૮૩૩ લોકો સંક્રમિત, ૨૭૮લોકો નાં મોત

171

ભારતમાં ૯૨ કરોડથી પણ વધારે વેક્સિનના ડોઝ અપાયા, મંગળવારે ૯૯ લાખ ૪૮ હજાર લોકોનાંં રસીકરણ થયાં
નવી દિલ્હી , તા.૬
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસો આજે ૨૦૩ દિવસમાં સૌથી ઓછા નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ ૨૦ હજારથી ઓછા નોંધાયા છે.
સૌથી વધુ ચિંતાનું કારણ કેરળ રાજ્ય છે, જ્યાં એક દિવસમાં ૯ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. બીજા નંબરે મહારાષ્ટ્ર છે જ્યાં ૨૪ કલાકમાં ૨૪૦૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં નવરાત્રિના પ્રારંભ પહેલા કોરોનાની સ્થિતિ મહદઅંશે કાબૂમાં છે. પરંતુ ઘણા લાંબા અંતરાળ બાદ મંગળવારે એક કોરોના દર્દીનું રાજ્યમાં નિધન થયું છે.
બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૮૩૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૮,૭૧,૮૮૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૯૨,૧૭,૬૫,૪૦૫ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૯૯,૪૮,૩૬૦ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૩૧ લાખ ૭૫ હજાર ૬૫૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૭૭૦ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૪૬,૬૮૭ એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ ૯૭.૯૦ ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૯,૫૩૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૫ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૭,૬૮,૦૩,૮૬૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૪,૦૯,૮૨૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૩ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે અનેક દિવસો બાદ એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૩ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં રસીના કુલ ૬,૨૫,૨૨,૬૫૩ ડોઝ આપવામાં આવ્યા છે.

Previous articleતહેવારોમાં ઘરમાં ખુશી લાવો, સંક્રમણ નહીં : ડો. ગુલેરિયા
Next articleઆ વર્ષે પેટ્રોલ ૧૯.૦૩ અને ડીઝલ ૧૭.૩૬ રૂપિયા સુધી મોંઘુ થયું