સી-ડિવિઝન પોલીસે ચોરાવ મોબાઈલને વેચવાની પેરવી કરે એ પૂર્વે જ ઝડપી લીધો
શહેરની સી-ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ચોરી કરેલા 17 મોબાઈલને વેચવાની ફિરાકમાં ફરતાં વડવા વિસ્તારમાં રહેતા મોબાઈલ ચોરની ધડપકડ કરી રૂપિયા 53 હજારની કિંમતના 17 મોબાઈલ હસ્તગત કર્યાં હતાં. સમગ્ર બનાવ અંગે ભાવનગર શહેરના સી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યું હોય અને આગામી દિવસોમાં દિવાળી પર્વ અન્વયે શહેર-જિલ્લા માથી લોકો શહેરની વિવિધ બજારોમાં ચિઝવસ્તુઓ ની ખરીદી માટે આવતાં હોય જેમાં લોકો ના કિંમતી સર-સામાન મોબાઈલ,પાકિટ જેવી વસ્તુઓ ની ઉઠાતરી ચોરી-ચિલઝડપ જેવાં ગુનાઓ બનતાં અટકાવવા પોલીસ જવાનો વિશેષ એકશન પ્લાન સાથે બજારોમાં ફરજરત છે. શહેરની એક મુખ્ય બજારમાં એક શખ્સની ગતિવિધિ શંકાસ્પદ જણાતાં સી-ડીવીઝન પોલીસ મથકના ડી-સ્ટાફે શંકાસ્પદ વર્તણૂંક ધરાવતા ઈસમને અટકાવી તેની તલાસી સાથે નામ-સરનામું પુછતાં શખ્સે પોતાનું નામ અકરમ ઉર્ફે જાડીયો મહેબૂબ ખોખર ઉ.વ.30 રે,વડવા બાપેસરા કુવા વિસ્તારમાં આ શખ્સ પાસે રહેલ થેલીમાં તપાસતાં 17 એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવતાં ટીમે આ મોબાઈલ ના બીલ સહિતના દસ્તાવેજો તપાસ માટે માંગતા શખ્સ સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે અકરમ ઉર્ફે જાડીયા ની અટકાયત કરી 17 મોબાઈલ કિંમત રૂ 53 હજાર ની શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી આ મોબાઈલો કયાં કયાંથી ચોરી કર્યા સહિત ની વિગતો સાથે આ શખ્સે ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી.