રાજય સરકારની સુજલામ-સુફલામ જળ અભિયાન કાર્યક્રમ અંગે ભાવનગર જિલ્લા જન સિંચન વિભાગના કાર્યપાલક ઈજનેર એલ.જી.પટેલે આજે જળ અભિયાન અંગે લોક સંસારના દૈનિકના પ્રતિનિધિ સાથેની એક ટુંકી વાતચીતમાં સરકારના આ વિકાસલક્ષ જળ અભિયાન અંગે વિગત આપતા જણાવ્યુ હતુ કે, ર૦૧૮માં જિલ્લામાં આવા કુલ ૪૧૬ જેટલા કામો હાથ પર લેવાય રહયા છે. જેમાં તળાવના કામો લેવાય છે, તળાવ ઉંડા ઉતારવા, ચેકડેમમાંથી માટી, ઉડા ઉતારવા, અનુશ્રમ તળાવ ઉંડા ઉતારવા તથા નાની સિંચાઈ યોજનાની વિગત જણાવેલ આ કાર્યક્રમ પાછળ રૂપિયા અઢી કરોડનો ખર્ચ થવાનો અંદાજ હોવાની વાત કરી હતી. તેમણે આ યોજના તળે ર૬પ ગામડાઓને આ યોજના તળે આવરી લેવાયા છે. આ યોજના તળે પ્રથમ તબ્બકે ચાર કામોના ખાત મુર્હુતો થશે. તા.૧લી, મેના કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ ડો.ભારતિબેન શિયાળ ઉપÂસ્થત રહેનાર હોવાનું કહયુ હતુ. આવા તળાવ અંગેના કામો તા.૩૧-પ-૧૮ સુધીમાં પુર્ણ થવાની ધારણા વ્યકત કરાય હતી. આવી યોજનામાં પ૦ ટકા રકમ સરકારની અને પ૦ ટકા રકમ દાતાઓ પાસેથી મેળવાશે તેમ ટુંકમાં જણાવ્યુ હતુ.