દેશમાં ૨૪ કલાકમાં ફરીથી વધ્યા કોરોના કેસ, ૨૨૪૩૧ નવા દર્દી

262

નવીદિલ્હી,તા.૭
કોરોના વાયરસના દૈનિક કેસોમાં બે દિવસના ઘટાડા બાદ ગુરુવારે એક વાર ફરીથી મોટો વધારો જોવા મળ્યો અને નવા કેસ ૨૨ હજારથી ઉપર રેકૉર્ડ કરવામાં આવ્યા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨૨,૪૩૧ નવા કેસ મળ્યા છે જ્યારે ૨૪,૬૦૨ દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે ૩૧૮ લોકોના જીવ ગયા છે અને મૃતકોનો આંકડો વધીને ૪,૪૯,૮૫૬ થઈ ગયો છે. એવામાં આરોગ્ય મંત્રાલય તરફથી તહેવારની સિઝન દરમિયાન લોકોને સાર્વજનિક સ્થળોએ વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે રાહતની એક મોટી વાત એ છે કે કોરોના વાયરસના દૈનિક કેસોના મુકાબલે રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ ૩,૩૮,૯૪,૩૧૨ દર્દીઓમાં અત્યાર સુધી ૩,૩૨,૦૦,૨૫૮ દર્દી રિકવર થઈ ચૂક્યા છે. વળી, રિકવરી રેટ વધવાના કારણે સક્રિય દર્દીઓમાં પણ ઘટાડો થયો છે અને હાલમાં આ સંખ્યા ઘટીને ૨,૪૪,૧૯૮ રહી ગઈ છે.

Previous articleશ્રીનગરની શાળામાં બે શિક્ષકોની ગોળી મારીને આતંકી દ્વારા હત્યા
Next articleબારાબંકીમાં બસ અને ટ્રકની ટક્કર થતાં ૧૪ જણાનાં મોત