પાકિસ્તાનમાં ૬.૦ તીવ્રતાનો ભૂકંપ, ૨૦ લોકોનાં મોત થયા

256

હરનઈની હોસ્પિટલોમાં વીજળી નથી, ત્યાં ઘાયલ લોકોના પરિજનો મોબાઇલ ટોર્ચના પ્રકાશથી સારવાર કરાવી રહ્યા છે,અનેક જિલ્લાઓમાં ભૂકંપની અસર
ઈસ્લામાબાદ,તા.૭
દક્ષિણ પાકિસ્તાનના હરનઇ વિસ્તારમાં ગુરૂવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૦ માપવામાં આવી. ભૂકંપનમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થવાના પણ અહેવાલ છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ, ભૂકંપના આંચકા આજે સવારે ૩ઃ૩૦ વાગ્યે અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર લગભગ ૨૦ કિલીમીટર (૧૨ માઇલ) જમીનની નીચે હતું. હરનઈ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલું છે. ભૂકંપના તાજા આંચકાઓથી અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. તેની તીવ્રતા ઘણી તેજ હતી અને આસપાસના અનેક જિલ્લાઓમાં નુકસાનની વાત સામે આવી રહી છે. પ્રાંતીય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીએ જણાવ્યું કે, છત અને દીવાલો પડવાથી અનેક લોકોનાં મોત થયા છે. મરનારાઓમાં એક મહિલા અને ૬ બાળકો પણ સામેલ છે. લોકોની મદદ અને બચાવ કાર્ય માટે ક્વેટાથી ભારે મશીનરી રવાના કરી દેવામાં આવી છે.
હાલ ઘાયલ લોકોને હરનઈની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પાકિસ્તાની મીડિયાથી આવી રહેલા ફૈજેટ્ઠઙ્મજ મુજબ, હરનઈની હોસ્પિટલોમાં વીજળી નથી. ત્યાં ઘાયલ લોકોના પરિજનો મોબાઇલ ટોર્ચના પ્રકાશથી સારવાર કરાવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂકંપની અસર અનેક જિલ્લાઓમાં છે, એવામાં ઘાયલોનો ચોક્કસ સંખ્યા જણાવવી શક્ય નથી. ભૂકંપ બાદ સોશિયલ મીડિયા પર અનેક તસવીરો સામે આવી છે. લોકો ભૂકંપના આંચકા બાદ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા બાદ રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. બલૂચિસ્તાનના ક્વેટા જિલ્લાના હરનઈ વિસ્તારમાં વહેલી સવારે ૩.૩૦ વાગે ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૯ માપવામાં આવી. ભૂકંપની તીવ્રતા ખુબ વધુ હતી અને અનેક મકાનોને નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત આસપાસના અનેક જિલ્લાઓમાં પણ નુકસાન થયું છે. પૃથ્વીની અંદર ૭ પ્લેટ્‌સ છે. જે સતત ઘૂમતી રહે છે. જ્યાં આ પ્લેટ્‌સ વધુ ટકરાય છે તે ઝોન ફોલ્ટ લાઈન કહેવાય છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્‌સના કોણે વળે છે. જ્યારે વધુ દબાણ બને તો પ્લેટ્‌સ તૂટવા લાગે છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. ત્યારબાદ આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.

Previous articleબારાબંકીમાં બસ અને ટ્રકની ટક્કર થતાં ૧૪ જણાનાં મોત
Next articleકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે