સ્તન કૅન્સર આજના આધુનિક સમયમાં પણ આપણા સમાજમાં સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ખાસ કરીને મહિલાઓમાં થઈ રહેલાં સ્તન કૅન્સરના નિદાન માટે અત્યાધુનિક ટૅકનોલૉજી અને વહેલું નિદાન કરી તેના બચાવની શક્યતાઓને વધારી શકાય છે, સવિશેષ, મહિલાઓમાં મહત્તમ લોકજાગૃતિ ફેલાવવા માટે એડલાઈફ ફાઉન્ડેશન ખૂબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં સ્ટર્લિંગ કૅન્સર હૉસ્પિટલ, અમદાવાદ પણ તમામ સ્તરે મદદરૂપ થઈ રહી છે. આ સેવા પ્રકલ્પને સતત આગળ વધારવાના ભાગરૂપે શહેરના જાણીતા ડૉક્ટર્સની હાજરીમાં એક વિશેષ કાર્યક્રમનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. સ્તન કૅન્સર સારવાર તથા તેની અગમચેતી માટેના પ્રયત્નો દર્શાવતી એક માહિતી પુસ્તિકાનું આ પ્રસંગે શિવાનંદ આશ્રમના અધ્યક્ષશ્રી પ.પૂ. સ્વામી શ્રી અધ્યાત્મનંદજી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
‘તમસો મા જ્યોતિર્ગમય’ – કાર્યક્રમમાં સ્તન કૅન્સર થયા બાદ તેની પર વિજય મેળવી પુન સ્વસ્થ જીવન મેળવ્યું હોય તેવી મહિલાઓ અને તેમના પરિજનો, નગરજનો તથા સ્ટર્લિંગ કૅન્સર હૉસ્પિટલ અને એડલાઈફ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં ઉદબોધન આપતા શિવાનંદ આશ્રમના અધ્યક્ષ શ્રી, અધ્યાત્મનંદજી એ સ્વસ્થ જીવન જીવવાની કળા અને રોગ પર વિજય મેળવવા માટે સામાન્ય વ્યક્તિ પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકે – તેવી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુ વ્યક્તિ આહાર નિયમન, યોગ્ય દિનચર્યા, હકારાત્મકતા, શારીરિક વ્યાયામ, મહિલાઓ ખાસ કરીને સ્વ-જાગૃત બનીને પોતાના ઉત્તમ સ્વાસ્થ્યને યથાવત રાખી શકે છે. આજે અનાવૃત થયેલી પુસ્તિકા “સ્તનની વાત – સામાન્ય સમજ અને સંભાળ” માં મહિલાઓ માટે એક સ્વાસ્થ્ય સખીની ગરજ સારે તે પ્રમાણે એડલાઈફ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે.
Home Uncategorized સ્વામી અધ્યાત્મનંદજી દ્વારા પુસ્તિકા વિમોચન તથા કૅન્સર નિષ્ણાતો દ્વારા માહિતીસભર કાર્યક્રમ