ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મંડલ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે બે દિવસીય નવત્રી મંત્રમનું આયોજન લેજ ખાતે વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે લાઈવ ઓરકેસ્ટ્રાના સથવારે કરવામાં આવ્યું હતું . આસો સુદ મહિનામાં માતાજીની આરાધનાનું પર્વ એટલે નવરાત્રીના આ નવ દિવસ માતાજીમાં આસ્થા ધરાવતા તમામ લોકો નવ દિવસ સુધી માતાજીની આરાધના કરતા હોય છે. નવરાત્રી દરમિયાન લોકો માતાજીની આરાધના અલગ અલગ પધ્ધતિથી કરતા હોય છે. આપણી પ્રાચીન પરંપરામાં ભવાઈનું અનેરૂ મહત્વ હતું. ભવાઈના માધ્યમથી આપણો સંસ્કૃતિનો વારસો જળવાઈ રહેલો હતો આજે પણ હજુ આ ભવાઈની પરંપરા ગુજરાતમાં જળવાઈ રહી છે. આ ઉપરાંત આજનો યુવા વર્ગ ગરબા રમીને માતાજીની આરાધના કરતો હોય છે. અને આ નવરાત્રી દરમિયાન પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબાની રમઝટ બોલાવતા હોય છે. ત્યારે નંદકુંવરબા કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે તા.૭ અને ૮ બે દિવસ માટે કોલેજના મેદાનમાં લાઈવ ઓરકેસ્ટ્રાના સથવારે નવરાત્રી રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં બહેનો રાસ ગરબાની રમઝમટ બોલાવી રહી છે.