પ્રથમ નોરતે પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે મહાઆરતીમાં ભાવનગર મહાપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયાએ ઉપસ્થિત રહી શીશ ઝુકાવ્યું હતું. પશ્ચિમી સંસ્કૃતિના અતિક્રમણ વચ્ચે આજે પણ ગ્રામ્ય પંથકમાં નવરાત્રીની પ્રાચીન ઢબે ઉજવણી કરી મૂળભૂત સંસ્કૃતિ જળવાઈ છે તે જાણી-જોઈ તેમણે પ્રશંશા વ્યક્ત કરી હતી. બહુચરાજી મંદિરે ભૂંગળના સુર, મશાલ, ચામર સાથે છડી પોકારી થતી આરતીની અનુભૂતિ અદ્દભુત હોવાનું તેમણે જણાવ્યું હતું.