વિદ્યાનગર ખાતે રહેણાંકી મકાનમાંથી થયેલ ૬૦ લાખની ચોરીમાં ૩ ઝડપાયા

652
BVN152018-14.jpg

શહેરના વિદ્યાનગર ખાતે એસબીઆઈ બેંકની બાજુમાં ખાંચામાં આવેલ મકાનના ઉપરના માળેથી આઠ માસ પહેલા કોઈ અજાણ્યા તસ્કરોએ ૬૦ લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા એલસીબી ટીમે ચોરીના ગુન્હામાં ત્રણ આરોપીને કુલ ૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી છે.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના ઘોઘારોડ સુમેરૂ ટાઉનશીપ પ્લોટ નં.૧૩ એમાં રહેતા જગદિશચંદ્ર નંદરામ શર્મા (બ્રાહ્મણ)એ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે ગત તા.૧૮-૮-૧૭ થી ર૦-૮-૧૭ દરમ્યાન વિદ્યાનગર એસબીઆઈ બેંકની બાજુમાં ખાંચામાં આવેલ પ્લોટ નં.૭ર શરદભાઈ રાજ્યગુરૂના મકાનના ઉપરના માળે આવેલ રૂમમાંથી કોઈ અજાણ્યા ઈસમો તાળુ તોડી અંદર પ્રવેશી રૂ.૬૦ લાખના માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે એલસીબી ટીમે ચોરીના ગુનામાં પૂર્વ બાતમી આધારે ત્રણ આરોપી જેમાં સમીર કુરેશી, વિરભદ્રસિંહ, ભુપતસિંહ ગોહિલ અને અશોક મારવાડીને રૂ.૩પ લાખ ર૩ હજાર રોકડા, એક સ્વીફ્ટ કાર કિ.રૂ.૩ લાખ પ૦ હજાર, ચાર મોબાઈલ કિ.રૂ.૧ લાખ ૬૦ હજાર મળી કુલ રૂ.૪૦ લાખ ૩૩ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ નિલમબાગ પોલીસને સોંપી આપી છે.

Previous articleજિલ્લામાં માલવાહક વાહનોમાં મુસાફરોની હેરફેર યથાવત
Next articleઅલંગ શીપયાર્ડમાંથી જસતાની ચોરી કરનાર ગેંગને ઝડપી લીધી