અલંગ શીપયાર્ડ પ્લોટ નં.૩૮માં શીપમાં લાગેલા જસતાની ચોરી કરનાર ગેંગને અલંગ મરીન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી.
અલંગ શીપ યાર્ડ પ્લોટ નં. ૩૮ ગાઝીયાબાદ શીપ બ્રેકર પ્રા.લી.માં દરીયા તરફ થી ચાર છોકરીઓ તથા બે છોકરાઓ જઇ શીપ માં લાગેલ જસતા નંગ-૦૭ કિ.રૂ.૩૫,૦૦૦/- ની ચોરી તાઃ૨૭/૪/૨૦૧૮ નાં વહેલી સવાર માં સાત વાગ્યે કરેલની ફરીયાદ મેનેજર મુકેશ સુંદરલાલ જૈનએ ફરીયાદ કરેલી. અને શીપ બ્રેકર રમણભાઇ ગુપ્તાએ સી.સી.ટી.વી. ફુટેજ મોકલેલ જે અન્વયે તપાસ કરતા આ ચાર છોકરીઓ તથા બે છોકરાઓ એ અલંગ ગામ ગોપનાથ મંદીર ની બાજુમાં આવેલ બાવળ ની કાંટ માં સંતાડેલ મુદામાલ સાથે હોવાની બાતમી પીએસઆઈને મળતા પોલીસ સ્ટાફનાં એએસઆઈ બી.જી. ધાંધલ્યા તથા પો.કો. સુરપાલસિંહ સરવૈયા તથા મહીલા પો.કો. અલ્પાબેન વિ. સ્ટાફ એ આજરોજ આરોપીઓ અમિતભાઇ ધરમશીભાઇ ચૌહાણ, કીરણભાઇ મનજીભાઇ ચૌહાણ, પાયલબેન ધરમશીભાઇ ચૌહાણ, જોશનાબેન રામદાસભાઇ લશ્કરી, કોમલબેન મંગળભાઇ, અસ્મીતાબેન બટુકભાઇ ચૌહાણ રહે. તમામ અલંગ વાડી વિસ્તાર તથા મહાકાળી ચોકવાળાને ઉપરોકત મુદામાલ જસતા નંગ-૦૭ કિ.રૂ.૩૫,૦૦૦/-ની સાથે ઝડપી પાડી ચોરીનો ગુન્હો ડીટેકટ કરેલ.