થન્ડર સ્ટોમને પગલે અરબી સમુદ્રમાં એક નવું ચક્રવાત આકાર લઈ રહ્યું છેઃ હવામાન વિભાગ : મહારાષ્ટ-ગુજરાતનાં સમુદ્ર તટવર્તિય વિસ્તારોને ધમરોળે એવી શકયતા પ્રબળ
ગુજરાત રાજ્ય માં જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રાંતને હજું ગણતરી ના દિવસો પૂર્વે બંગાળની ખાડીમાં ઉદ્દભવેલ અને રાજ્ય પરથી પસાર થઈ અરબ સાગરમાં પહોંચી ફરી શક્તિ શાળી બની શાહીન નામનું વાવાઝોડું સદ્દનસીબે પાકિસ્તાન સહિતના અખાતી દેશો તરફ ફંટાઈ જતાં લોકો એ રાહતનો શ્ર્વાસ લીધો હતો ત્યારે ફરી એકવાર અરબસાગર માં એક નવું વાવાઝોડું આકાર લઈ રહ્યું હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશમાં વર્ષ ૨૦૨૧ ના વર્ષનું ચોમાસું અનેક પ્રકારની કુદરતી વિવિધતા ઓથી સમૃદ્ધ રહ્યું છે ઉનાળાના અંતે અને ચોમાસાના આરંભે અરબસાગર માં વિશાળ ચક્રવાત “તાઉતે” સર્જાયું હતું ત્યારબાદ વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો એ પછી વરસાદ ખેંચાયો અને અંતે જયારે ચોમાસું પૂર્ણ થવાનો સમય આવ્યો ત્યારે બંગાળની ખાડીમાં “ગુલાબ” નામનું વાવાઝોડું સર્જાયું આ વાવાઝોડા એ દરિયા તથા જમીન પર લાંબી સફર કાપી ત્રણ રાજ્યો પાર કરી ગુજરાત પરથી પુનઃ અરબી સમુદ્રમાં પ્રવેશ્યું હતું જયાં દરિયામાં પુનઃ ભેજ પ્રાપ્ત કરી આ વાવાઝોડું પુનઃ મજબૂત બન્યું હતું અને આ વાવાઝોડા ને “શાહીન” નામ આપવામાં આવ્યું હતું જે ગુજરાત-પાકિસ્તાન સરહદેથી અખાતી દેશોમાં ત્રાટકયુ હતું અને આ અખાતી દેશોમાં ભારે વરસાદ પડયો હતો ગુજરાત આ વર્ષે બે વાવાઝોડા ની થપાટ ખાઈને હજું બેઠું પણ નથી થયું કે “કળ” પણ નથી વળી અને ચોમાસું વિદાઈ લેવાની તૈયારી માં છે ત્યારે ફરી એકવાર મહારાષ્ટ્ર રાજ્ય ના પુના સ્થિત વેધશાળા એ માઠાં વાવડ આપ્યાં છે કે અરબી સમુદ્રમાં ફરી એકવાર “જવાદ” નામનું વિશાળ ચક્રવાત આકાર લઈ રહ્યું છે અને જો તે આગામી દિવસોમાં દરિયામાં જ મજબૂત બનશે અને આગળ વધશે તો મહારાષ્ટ્ર અને ગુજરાત પર ત્રાટકે એવી પ્રબળ સંભાવના છે હાલમાં આ ચક્રવાત પર નઝર રાખવામાં આવી રહી છે આ વાવાઝોડું આગળ વધશે કે કેમ તે અંગે ની સ્પષ્ટતા આગામી તા,૧૫ ઓકટોબર સુધીમાં થશે ગુજરાત ની રાજસ્થાન બોર્ડરે સર્જાયેલ થંન્ડર સ્ટોમ અને અરબસાગર માં ડીપડીપ્રેશન ને પગલે આ ચક્રવાત સર્જાઈ રહ્યું છે જેને પગલે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે અને પવનની ગતિ પણ ઘટતાં વરસાદ વરસે એવી સંભાવના વધી રહી છે. આ ચક્રવાત કદાચ દરિયામાં જ વિસર્જન થઈ જાય તો પણ મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્રી તટવર્તિય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે જાહેર કરેલાં આ સમાચાર ને પગલે ખેડૂતો-લોકો ના જીવ ઉચ્ચક થઈ ગયા છે.