શહેરના ખારગેટ વિસ્તારમાં ગત મોડીરાત્રે પ્રભુદાસ તળાવ પાસે રહેતા યુવાનને બાઈક પર આવેલા શખ્સે તિક્ષણ હથિયારો વડે હુમલો કરી લોહીયાળ ઈજાઓ પહોંચાડતા યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી ગંગાજળીયા પોલીસ સહિતનો કાફલો હોÂસ્પટલ ખાતે દોડી ગયો હતો અને હત્યારાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના પ્રભુદાસ તળાવ મફતનગર વિસ્તારમાં આવેલ ઝહીર એપાર્ટમેન્ટની પાછળ રહેતા અજય ઉર્ફે નનકુ અનુભાઈ બારૈયા ઉ.વ.ર૩ને તેના મિત્ર દિપક ઉર્ફે પેટી જગદિશભાઈ બાંભણીયા રે.ભુતડાના કારખાના પાસે ખાર સાથે દારૂના પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો થયો હતો. જે અંગેની દાઝ રાખી ગતરાત્રિના આરોપી દિપક ઉર્ફે પેટીએ અજય ઉર્ફે નનકુને ખારગેટ વિસ્તારમાં હિંમતભાઈ પુરીશાકવાળાની ગલી પાસે તિક્ષણ હથિયારો વડે ઉપરા છાપરી હુમલો કરી માથાના ભાગે અને ગળાના ભાગે લોહીયાળ ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચક્ચાર મચી જવા પામી હતી અને ઈજાગ્રસ્ત અજય ઉર્ફે નનકુને લોહીયાળ હાલતે સારવાર અર્થે સર ટી. હોÂસ્પટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી ઠાકર ગંગાજળીયા પોલીસ મથકનો સ્ટાફ સહિતના ઘટનાસ્થળે અને હોÂસ્પટલ ખાતે દોડી ગયા હતા અને બનાવની જીણવટભરી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે મૃતક યુવાનના ભાઈ રાહુલ ઉર્ફે લાલો અનુભાઈ બારૈયાની ફરિયાદ નોંધી આરોપી દિપક ઉર્ફે પેટીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.