છેલ્લા એક વર્ષથી ભાવનગર રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન પુરસ્કાર મળે તે બાબતને અભિયાન શરૂ છે જેમાં તા.૦૫/૧૦ રોજ ગાંધીનગર ખાતે નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે આ અભિયાન અંતર્ગત શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે તે બાબતે વિનમ્ર રજુઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીને આ અભિયાનના સંચાલક દ્વારા એક વર્ષ દરમિયાન અભિયાનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પત્રો દ્વારા કરેલ રજૂઆતો ,ગુજરાતની સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, સાધુ સંતો , વરિષ્ઠ નાગરિકો,રાજકીય પદાધિકારીઓ તરફથી મળેલ સમર્થન વગેરે જેવી શરૂઆતથી લઈ આજ સુધીની પ્રવૃત્તિની ફાઇલ આપવામાં આવી તેમજ મુખ્યમંત્રીએ પણ આ બાબતે ઈચ્છા શક્તિ દર્શાવી હતી અને ફરી એકવાર મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું અને આ શુભેચ્છા મુલાકાત દરમિયાન આ અભિયાનના સંચાલક જિજ્ઞેશ કંડોલીયા દ્વારા મુખ્યમંત્રીને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તસ્વીર આપવામાં આવી હતી તેમજ ગાંધીનગર ખાતે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, તેમજ નવનિયુક્ત કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરી, દેવાભાઈ માલમ, આર.સી મકવાણા વગેરે મંત્રીઓને પણ આ બાબતે રૂબરૂ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.