નવી દિલ્હી, તા.૧૦
કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૧૯ હજાર ૭૪૦ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૨૧૪ દર્દીનાં મોત થયા છે. દેશમાં હાલ ૨ લાખ ૩૬ હજાર ૬૪૩ દર્દીની સારવાર ચાલી રહી છે. નવા આંકડા બાદ દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ ૩ કરોડ ૩૯ લાખ ૩૫ હજાર ૩૦૯ કેસ સામે આવી ચૂક્યા છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી કુલ ૪ લાખ ૫૦ હજાર ૩૭૫ લોકોનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૮,૧૬૬ લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થનારા કુલ લોકોની સંખ્યા ૩ કરોડ ૩૨ લાખ ૪૮ હજાર ૨૯૧ થઈ છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮% છે, જ્યારે મોતનું પ્રમાણ ૧.૩% છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના નવા ૨૬૨૦ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત આંકડો વધીને ૬૫,૭૩,૦૯૨ થયો છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડને પગલે ૫૯ દર્દીનાં મોત થયા છે. અત્યારસુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી ૧,૩૯,૪૭૦ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. કેરળમાં શુક્રવારે કોવિડ-૧૯ના ૧૦,૯૪૪ કેસ સામે આવ્યા છે. આ સાથે અહીં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૪૭,૭૪,૬૬૬ થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીને પગલે ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૨૦ દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને ૨૬,૦૭૨ થઈ છે. શુક્રવારે સાંજે પ્રસિદ્ધ થયેલા બુલેટિન પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૯ કેસ નોંધાયા છે. જેની સામે ૧૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૪ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ ૬,૩૭,૫૮,૭૯૫ ડોઝ આપવામાં આવ્યા છે. રાજયમાં ૮ ઓક્ટોબર ૨૦૨૧ની સાંજે બીજા નોરતે ૨૮ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
, જ્યારે બાકીના નવા ૧૯ કેસ ફક્ત ૫ જિલ્લા અને ૪ મનપામાં નોંધાયા છે, અમદાવાદ શહેરમાં ૪, સુરત શહેરમાં ૩, જૂનાગઢ જિલ્લામાં ૨, રાજકોટ જિલ્લામાં ૧, રાજકોટ શહેરમાં ૧, સુરત જિલ્લામાં ૧, વડોદરા શહેરમાં ૧ કેસ નોંધાયો છે.