ભારતમાં અત્યાર સુધી ૯૫ કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ અપાયા

245

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી : એક દિવસમાં આશરે એક કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યાં છે
નવી દિલ્હી, તા.૧૦
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્‌વીટ કર્યુ કે, ભારતે ૯૫ કરોડ વેક્સિનના ડોઝના લક્ષ્યને પૂરો કરી લીધો છે. એક દિવસમાં આશરે એક કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યાં છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાને અડધુ અંતર કાપી લીધુ છે. ૩૧ ડિસેમ્બર સુધી બધા વયસ્કોના રસીકરણના લક્ષ્યના હિસાબે જોઈએ તો આગામી પોણા ત્રણ મહિનામાં લગભગ અડધો રસ્તો કાપવાનો છે. લક્ષ્યને પૂરો કરવા માટે શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ૧૯ રાજ્યોની સાથે બેઠક કરી હતી. દેશમાં ૧૮ વર્ષની વધુ ઉંમરના લોકોની વસ્તી લગભગ ૯૪ કરોડ છે. પ્રતિ વ્યસ્કને બે ડોઝના હિસાબથી બધા વયસ્ક લોકોને રસીકરણ માટે ૧૮૮ કરોડ ડોઝ લગાવવાની જરૂર છે. લક્ષ્યને પૂરો કરવા માટે રાજ્યોએ એવરેજ દરરોજ ૧.૧૪ કરોડ ડોઝ લગાવવા પડશે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારો જેટલા ડોઝ લગાવવા ઈચ્છે, એટલા ડોઝ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. પરંતુ ડોઝની ઉપલબ્ધતા છતાં રાજ્યોમાં રસીકરણની ગતિ વધી રહી નથી. દેશમાં અત્યાર સુધી લગભગ ૭૨ ટકા વયસ્ક વસ્તીને એક ડોઝ લાગ્યો છે અને લગભગ ૨૫ ટકા વયસ્કને બંને ડોઝ. દેશમાં ઝડપી રસીકરણને કારણે કોરોનાની ગતિ પર ધીમે-ધીમે બ્રેક લાગી રહ્યો છે. ધીમી થતી ગતિ વચ્ચે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૮૧૬૬ કેસ સામે આવ્યા છે. આ સંખ્યા છેલ્લા ૨૧૪ દિવસમાં સૌથી ઓછી છે. છેલ્લા ૨૪ કલાકમાં મહામારીને કારણે ૨૧૪ લોકોના મોત થયા છે. આ દરમિયાન ૨૩૬૨૪ લોકો સાજા થયા છે. ત્યારબાદ દેશમાં અત્યાર સુધી રિકવર થયેલા લોકોના આંકડો ૩,૩૨,૭૧,૯૧૫ થઈ ગયો છે.

Previous articleતહેવારોમાં આતંકીઓના નિશાને દિલ્હી, હાઇઅલર્ટ જારી કરાયું
Next articleસંગઠનમાં મોદીના આવ્યા બાદ ભાજપ મજબૂત થઈ