પર પ્રાંતમાં ગુના આચરી નાસતી ફરતી ગેંગ ગારિયાધાર ખાતેથી ઝડપાઈ

749
bvn252018-3.jpg

મધ્યપ્રદેશના અલીપુર પોલીસ મથકમાં અનેક ગુનાઓ આચરી તથા પોલીસ પર હુમલા કેસમાં નાસતા ફરતા ૩ શખ્સોને ગારિયાધાર પોલીસે ઝડપી પાડ્યા છે.
સમગ્ર બનાવ અંગે પોલિસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશ રાજ્યના અલીપુર જિલ્લાના ચાંદપુર પોલીસ મથક હેઠળ આવતા ગામડાઓમાં તીરકામઠા ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરી તપાસ અર્થે ગયેલ પોલીસ પર હુમલો કરી નાસતા ફરતા શખ્સો ગારિયાધારના રૂપાવટી ગામે આવેલ જીવરાજભાઈ કાનાભાઈ ગોપાણીની વાડીમાં મજુરી કામ અર્થે આવ્યા હોવાની બાતમી ગારિયાધાર પોલીસને મળતા પોલીસે તમામ તૈયારી સાથે વાડીમાં દરોડો પાડી આઈપીસી કલમ ૨૯૪, ૧૮૬, ૩૫૩, ૩૪-૩૦૮ સહિતના ગુનામાં ૩ શખ્સો જેમા વેસ્તા સેકડીયા, માકડીયા વેસ્તા, તથા રાધુ વેસ્તાને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Previous articleગાંધીનગર જિલ્લામાં જળસંચય અભિયાનનો પ્રારંભ
Next articleગણેશગઢ ગામે જળસંગ્રહ કામગીરી મુહુર્ત