વેળાવદર વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

356

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની પૂર્ણાહુતીરૂપે તા.૦૮/૧૦/૨૦૨૧ નાં રોજ ગુજરાત રાજ્યમાં અંદાજે ૫૮૩ થી વધુ જગ્યા પર એકસાથે કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં જામનગર ખાતેથી વનમંત્રી કિરીટસિંહ રાણા જોડાયેલ હતા. તેમનાં દ્વારા વન્યપ્રાણી સંરક્ષણમાં ગુજરાત રાજ્યની કામગીરીની સિદ્ધિઓને બિરદાવવામાં આવેલ હતી. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાયાં હતાં અને તેમના દ્વારા આપણા પ્રાકૃતિક વારસાને સાચવવા દરેક નાગરિકને કટીબધ્ધ બનવા આહવાન આપવામાં આવેલ હતું. મુખ્યમંત્રી દ્વારા વેળાવદર ખાતે કરવામાં આવી રહેલ ખડમોર (લેસર ફલોરીકન) ની સંરક્ષણની કામગીરીને ખાસ નોંધ લેવા જણાવ્યું હતું.વેળાવદર ખાતે આ અનુસંધાને યોજાયેલા કાર્યક્રમમાં વન્યપ્રાણી સંરક્ષણમાં મદદરૂપ થનાર ખેડૂતો ખોડાભાઈ નાનજીભાઈનાં પ્રતિનિધિ હાર્દિકભાઈ કાપડીયા, રામરાજસિંહ ચુડાસમા (બાવળીયારી) આ ઉપરાંત વેળાવદરનાં વિશાલભાઈ પ્રતાપભાઈ ઝાંપડીયા, પ્રવિણભાઈ જીવરાજભાઈ વેગડ, અલારખા ફતેખાન બલોચ તથા અયુબખાન ઉમરખાન બલોચનું વન્યપ્રાણી સંરક્ષણમાં યોગદાન બદલ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય પ્રદિપભાઈ રાઠોડ દ્વારા લોકોને વન્યપ્રાણી સંરક્ષણમાં મદદરૂપ થવા અનુરોધ કરવામાં આવેલ હતો અને ભાલ પ્રદેશ તથા ભાવનગર સમગ્ર વિશ્વમાં કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનથી પ્રખ્યાત છે તે બાબતે સમજ આપવામાં આવેલ હતી.

Previous articleબોટાદ ખાતે ડ્રીસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં ઓરીએન્ટેશન પોગ્રામ યોજાયો