દામનગર ખાતે રામદેવજી મંદિરે એસસી, એસ.ટી., ઓ.બી.સી. મીટીંગ મળી હતી. અલ્પેશ ઠાકરોના જનાદેશ મીટીંગમાં આગામી વિધાનસભામાં પ્રતિનિધિત્વમ ેળવવા એસ.સી. એસ.ટી. અને ઓ.બી.સી. સમાજને આપેલ જનાદેશ સંદર્ભ દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. સમાજની વિશાળ હાજરીમાં મીટીંગ મળી જેમાં જિલ્લા પ્રભારી પ્રવિણભાઈ ઠાકરો, મથુરભાઈ ઠાકરો લાઠી, તાલુકા પ્રભારી અતુલભાઈ દલોલિયા સહિત મોટી સંખ્યામાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. સમાજના અગ્રણીઓની હાજરીમાં આગામી વિધાનસભા ચૂંટણીઓમાં સંગઠન શકિતનો ઉપયોગ યોગ્ય હકક અધિકારી મેળવવા અને સરકારમાં પ્રતિનીધિત્વ મેળવવાના સમાજના ઉત્થાનમાં એકતા દર્શાવવી સમાજના હકક હિત માટે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ની એકતા જરૂરી છે તેવી ટકોર કરતા અગ્રણીઓ દ્વારા આગામી વિધાનસભામાં ચાવી રૂપ કામગીરી કરવા જનાદેશ ગુજરાત પ્રદેશના અલ્પેશ ઠાકોર દ્વારા મળ્યો હોય તેને ફળીભુત કરવા સૌ કટિબદ્ધ બની જનાદેશ સ્વીકારી કામગીરી કરવા જિલ્લા તાલુકાના અગ્રણીઓ દ્વારા આહ્વાન કરાયું હતું.