કાશ્મીરની ઘટનાને વખોડી ત્રાસવાદી ઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી
પાલીતાણા ના ગામડાં માં પણ વિરોધ સાંજણાસર અને ઠાડચ ગામ માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સાંજણાસર દ્વારા સાંજણાસર ગામે બાપા સીતારામ મઢુલી ખાતે અને ઠાડચ ગામ માં આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું તાજેતર માજ કાશ્મીર ઘાટી માં સડયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓ ની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને કાશ્મીર ઘાટી માં આતંક મચવામાં આવ્યો છે તેના વિરોધ માં આજરોજ આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું હાજર સૌ રાષ્ટ્રભકત કાર્યકરો એ “પાકિસ્તાન હાય હાય ” ” હર હિન્દૂ ને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ ” , ’ભારત માતા કી જય , વંદે માતરમ” ના નારા લગાવી આતંકવાદ નો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશ ના હિંદુઓ કાશ્મીર ના લઘુમતી હિન્દૂ અને શીખ ની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો આ કાર્યક્રમ માં ગામ ના અગ્રણીઓ અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા