માર્કેટમાં રીંગણનો એક કિલોનો ભાવ રૂ .૧૨૦ થી ૧૪૦નો બોલાયો, ૨૫ રૂપિયે કિલો મળતી ડુંગળી રૂ ૪૦ એ મળતી થઈ ઉત્પાદન ઘટ્યું છે જેની સીધી અસર શાક માર્કેટ ઉપર પડી છે
નવરાત્રિના દિવસોમાં શાકભાજીના ભાવમાં ભડકો થતાં મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે . રૂપિયા ૧૫ થી ૨૦ માં એક કિલો મળતા રીંગણનો ભાવ રૂપિયા ૧૨૦ થી ૧૪૦ નો થતાં હાલના નવરાત્રીના દિવસોમાં ગૃહિણીઓને શાકભાજીના વિકલ્પ તરીકે કઠોળો વપરાશ કરવાની નોબત આવી છે ભાવનગર જિલ્લામાં વરસાદ નું પ્રમાણ વધતાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે સપ્ટેમ્બર માસના અંતમાં મેઘમહેર થઈ હતી . જેને લઇને ખેતીપાકો ઉપર વિપરીત અસર થવા પામી છે ખરીફ પાકો બાજરી , ડાંગર , કપાસ વગેરે પાકોને તો નુકસાન થયું છે , પરંતુ શાકભાજીના ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો થયો છે . શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો થવા પામ્યો છે . સપ્ટેમ્બર માસના પ્રારંભમાં નોંધાયેલ શાકભાજીના ભાવ કરતા ઓક્ટોમ્બર માસના પ્રારંભમાં નોંધાયેલ ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો નોંધાયો છે . સપ્ટેમ્બર માસના પ્રારંભમાં બટાટા રૂ .૧૫ કિલો , ડુંગળી રૂ .૨૫ કિલો , આદુ રૂ .૮૦ કિલો , મૂળા રૂ .૫૦ કિલો, રૂપિયે કિલો, કાકડી રૂ .૪૦ કિલો , કારેલા રતાળુ ૧૩૫ રૂપિયા કિલો , અરવી રૂ .૧૨૦૫૦ રૂપિયે કિલો, વટાણા રૂ .૬૦ કિલો કિલો , કોળું ૩.૭૦ કિલો , સરગવો રૂ .૫૦ તથા પાલખ ૪૦ રૂપિયે કિલો મળતા હતાં કિલો , સુરણ રૂ .૧૩૦ , ટીંડોળા લીલા ચણા રૂ .૫૦ કિલો , ચોળી રૂ .૩૦ કિલો, કાચા ટામેટા રૂ .૪૦ કિલો, વાલોર પાપડી રૂ .૮૦ કિલો , ગવાર ચોરી અને કેપ્સીકમ મરચા ૫૦ રૂપિયે , મેથી ૯૦ રૂપિયે કિલો , રૂ .૨૦ કિલો કોબીજ , રૂ .૧૫ કિલો ભીંડા , ફ્લાવર રૂ .૪૦ કિલો , લીલા મરચાં ૩૦ રૂપિયે કિલો , દૂધી ૩૦ રૂપિયે કિલો, લીંબુ ૫૦ જ્યારે ઓક્ટોબર માસના પ્રારંભમાં બટાકાનો ભાવ રૂ .૧૫ માંથી વધીને રૂ .૨૫ સુધી પહોંચ્યો હતો . ડુંગળીનો ભાવ રૂપિયા ૨૫ થી વધીને ૪૦ રૂપિયા થયો હતો લસણનો ભાવ વધીને રૂ .૮૦ થવા પામ્યો છે . આદુ નો ભાવ ૧ કિલોના ૮૦ રૂપિયા મૂળા નો ભાવ રૂ .૫૦ કિલો , કોળું રૂ .૭૦, તુરીયા ૧૫ રૂપિયે કિલો , સરગવો ૭૦ કિલો , ગલકાં ૨૦ રૂપિયે કિલો, સુરણ રૂ .૧૪૦ કિલો , ટીડોરા ૫૦ રૂપિયે કિલો, લીલા ધાણા રૂ .૭૦ કિલો , ટમેટા ૪૦ રૂપિયા કિલો , વાલોળ પાપડી ૮૦ રૂપિયે કિલો , ગુવાર અને ચોળી રૂ .૫૦ કિલો , કાકડી , કારેલાં અને લીંબું ૫૦ રૂપિયે કિલો ,પરવળ રૂ .૭૦ કિલો , ફણસી રૂ .૧૫૦ કિલો , વટાણા રૂ .૮૦ કિલો તથા પાલક રૂ .૬૦ કિલો મળતી થઇ છે . છેલ્લાં બે દિવસથી શાક માર્કેટમાં રીંગણનો ભાવ ૧૨૦ થી ૧૪૦ પ્રતિ કિલોનો બોલાઈ રહ્યો છે . બટાટાનો ભાવ પણ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.લીલા શાકભાજીમાં સસ્તામાં સસ્તુ શાકભાજી બટાટા , ડુંગળી અને રીંગણનું ગણાય છે પરંતુ રીંગણનો ભાવ પ્રતિ કિલોના રૂપિયા ૧૨૦ થી ૧૪૦ બોલાતા મધ્યમ અને ગરીબ વર્ગને શાકભાજી ખરીદવી મુશ્કેલી બની છે .