ભાવનગર જિલ્લાના ગારીયાધાર માં પિતા પુત્ર ની હત્યા કરવાનાં ગુનામાં ભાવનગર સબ જેલમાં કાચાં કામના કેદી તરીકે સજા કાપી રહેલ આરોપી વચગાળાના જામીન પર મુક્ત થઈ ફરાર થઈ જતાં પોલીસે આરોપીને તેનાં ઘરેથી ઝડપી પુનઃ જેલ હવાલે કર્યો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પૂર્વે ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં પિતા-પુત્ર ગોરધન નંદલાલ જીકાદ્રા તથા બિપીન ગોરધન જીકાદ્રા ની આજ ગામે રહેતા આસિફ ઈકબાલ ભટ્ટી સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હૂમલો કરી તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકા હત્યા કરી હતી જેમાં થયેલ પોલીસ ફરિયાદના અંતે આરોપીઓને ઝડપી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં જેમાં સરફરાઝ ઉર્ફે ઘૂઘો યુનુસ રફાઈ સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો જેમાં જામીન અવધિ પૂર્ણ થયે ફરી જેલમાં હાજર ન થતાં પોલીસે હત્યારાને વોન્ટેડ જાહેર કર્યો હતો આ આરોપી તેના ઘરે હોવાની બાતમી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કવોડને થતાં ટીમો એ તેનાં ઘરેથી ઝડપી કોવિડ ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી ફરી જેલમાં મોકલી આપ્યો હતો.