દામનગરના કુંભનાથ મહાદેવ મંદિર તળાવ ખાતે ગુજરાત સરકારની સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાનનો પ્રારંભ ગુજરાત સરકારના કૃષિ મંત્રી આર સી ફળદુ ધનસુખભાઈ ભંડેરી સાંસદ કાચડિયા સહિતના અગ્રણીઓ દ્વારા લીલી ઝડી આપી તળાવ ઊંડું ઉતારવાનું કાર્ય શરૂ કરાયું હતું. સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન દામનગર સહિતના વિસ્તારોમાં આશીર્વાદ રૂપ કુંભનાથ તળાવ ની સંગ્રહ શક્તિ વધે તે માટે મફત માટી લઈ જવા સરકાર નો અભિગમ જરૂરિયાય મંદ ખેડૂતો આનંદિત કુંભનાથ તળાવ ની ફળદ્રુપ માટી લેવા ટ્રેકટરોની કતારો યાંત્રિક સાધનો જે સી બી સહિત વિશાળ વાહનો ખડકલો જળ સંસાધન ક્ષેત્રે નમૂના રૂપ કાર્ય કરનાર હરેકૃષ્ણ એક્સ પોર્ટના સવજીભાઈ ધોળકિયા સહિત જિલ્લા ભરમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા જળ સંસાધન માટે સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન અંગે આર સી ફળદુ એ સરકારનો પ્રજાલક્ષી ઉદેશ જણાવતા જલ હે તો કલ હે વિશે જળ વિવેક જળ બચાવો જેવા મુદ્દે વક્તવ્ય આપ્યું હતી દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં થી સ્થાનિક અગ્રણઓ કાર્યકરોની વિશાળ હાજરી સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાનનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી સહિતના અગ્રણીની હાજરી રહી હતી.