વાઘનગર ગામ પંચાયત દવારા ડેનેજ અને પાણીની લાઈન નું અગાવ કામ કરેલુ હતું પરંતુ પાણીના નિકાલ માટે કઈ પણ જાત ની વ્યવસ્થા કરેલ નથી અને જયા ગંદુ પાણી એકઠુ થાય છે થાય ૨૦ થી ૨૫ ઘરના લોકોનો ચાલવાનો જાહેર રસ્તો છે અને ખેતી માટે વાડીએ જાવા માટે નો પણ રસ્તો છે અને લોકો વસવાટ પણ કરે છે ડેનેજ ના પાણી ન કારણે નિશાળ માં જતા છોકરા ઓને પણ બોવાજ આ પાણી ન કારણે તકલીફ થાય છે અને અવાર નવાર ગામ જનો દવારા સરપંચને રજુઆત કરવા છતાં પણ કઈ ધ્યાન આપવામાં આવતું નથી અને ઉડાવ જવાબો આપવામાં આવે છે ત્યારે પાણી નો બને એટલો ઝડપી નિકાલ કરવો અને હાલ ડેંગ્યુ જેવા રોગો ફાટી નીકળ્યા છે અને હજી પણ ગામમાં રોગ ચાલો ફાટી નીકળશે તેવો ગામ જનોમાં ભય છે અને જયાં પાણી ભરાય છે તયાં નાળુ મુકવાનું કેય છે જો તયાં નાળુ મુકવામાં આવે તો પાણી નો નિકાલજ નહીં થાય અને પરિસ્થિતિ ખરાબ ઉત્પન્ન થશે તો જાતે સ્થળ તાપસ કરી અમારા પ્રશ્નો નું નિરાકરણ કરો તેવીમાંગણી છે. જો અમારો પ્રશ્ન જલ્દી ઉકેલવામાં નહીં આવે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગ ઉપર આંદોલન કરશું તેવી રજુઆત કરવામાં આવી છે.