રાણપુર યાર્ડમાં કપાસની ખરીદીનો પ્રારંભ : ૨૨૫૧ ભાવ બોલાયો

669

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં માર્કેટીંગ યાર્ડ ખાતે આજરોજ કપાસની ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.વહેલી સવારથી જ ખેડુતો કપાસ લઈને રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોચ્યા હતા.ચાલુ સિઝનમાં કપાસનો પાક તૈયાર થતા ભારે વરસાદ થતા કપાસના પાક ને ભારે નુકશાન થયુ છે.તેમ છતા ખેડુતો ભારે ઉત્સાહ સાથે પહેલા જ દિવસે ૧૦૦૦ મણ કરતા વધુ કપાસ લઈને વેંચવા આવ્યા હતા. દર વર્ષે દશેરા બાદ કપાસની ખરીદી કરવામાં આવે છે ત્યારે માર્કેટીંગ યાર્ડ ના કુશળ વહીવટ ને કારણે ચાલુ વર્ષે પાંચ દિવસ વહેલા કપાસની ખરીદી ચાલુ કરવામાં આવી છે.જ્યા વેપારીઓએ કપાસની ખરીદી પ્રારંભે ખેડુતો ને કંકુ ના તિલક કરી નાળીયેર વધેરી મો મીઠું કરાવી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જ્યા કપાસનો ઉંચો ભાવ ૨૨૫૧ રૂપિયા અને નીચો ભાવ ૧૨૦૦ રૂપિયા સુધી આવતા ખેડુતોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી. કપાસની ખરીદી પ્રારંભે રાણપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન કીશોરભાઈ ધાધલ, વાઈસ.ચેરમેન જેશાભાઈ બાવળીયા, ડીરેક્ટર, પ્રતાપભાઈ ડોડીયા, ગોસુભા પરમાર, સિધ્ધરાજભાઈ રબારી, અરવિંદભાઈ ધરજીયા, શેરભા પરમાર,મયુરભાઈ પટેલ, પ્રતાપસિંહ પરમાર, ઈકબાલભાઈ પાયક (લક્કડભાઈ), સેક્રેટરી ચંદુભા પરમાર,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા સહીત માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓ,વેપારીઓ અને ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleવાઘનગર ગામે ડ્રેનેજના પાણીનો નિકાલ નહી થતા ભારે હાલાકી
Next articleવિદ્યાર્થીઓએ જે વિષયમાં પેટ પરીક્ષા પાસ કરી હોય તેજ વિષયમાં પીએચડી કરાવવા રજુઆત