જે વિષયમાં પેટ પાસ હોય તે વિદ્યાર્થીને અન્ય વિષયમાં પ્રવેશ આપવાની થતી પ્રવૃત્તી સામે ભાવ.યુનિ.ના કોર્ટ સભ્ય દ્વારા રજુઆતો કરાઈ છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નેકના ગ્રેડેશનમાં સી ગ્રેડ આવવા પાછળ સંશોધન ક્ષેત્રે નબળી કામગીરી હોવાનું પણ કારણ પ્રકાશમાં આવ્યું છે. ત્યારે પી.એચ.ડી.માં મહત્તમ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અને તેમાંથી સ્કોલર વિદ્યાર્થીને સમાજ ઉપયોગી અને અમલ થઈ શકે તેવા ખાસ વિષયોમાં સંશોધન કાર્ય હાથ ધરવામાં આવે તે પણ ખુબ જરૂરી છે. પરંતુ બે વર્ષ બાદ પ્રવેશ માટે પેટની પરીક્ષા તાજેતરમાં લેવામાં આવી અને તેમાં પણ અઘરો પેપર કાઢી પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ દ્વારા રહી ગયા છે. જ્યારે પ્રવેશ મેક્સીમમ થશે તો આ કાચા હિરાને પોલેશ કરી ઉત્તમ બનાવી શકાશે પરંતુ તેને પોલેશના ડેસ્ક સુધી પહોંચે જ નહીં તો તે ત્યાંનો ત્યાં જ રહેશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી આ કાર્યવાહી પણ હળવી કરવી જરૂરી બની છે.તો બીજી બાજુ તાજેતરમાં પેટની લીધેલ પરીક્ષામાં જે વિષયમાં પરીક્ષા પાસ કરી છે તેના બદલે અન્ય વિષય ફાળવવાની તજવીજ ધ્યાને આવતા તે અંગે પણ કોર્ટ સભ્યએ યુનિ.માં રજુઆત કરી છે. હાલની પેટની પરીક્ષામાં સી.એ.ના બેઈઝ પર કોમર્સ વિષયમાં પાસ થયેલ વિદ્યાર્થીને મેનેજેન્ટ વિષયમાં પ્રવેશ આપવા તજવીજ થઈ રહેલ છે જે વિદ્યાર્થી જે ફેકલ્ટીમાં પાસ હોય તેને તે જ ફેકલ્ટીમાં પી.એચ.ડી.માં પ્રવેશ મળવો જોઈએ પેટનું પરીક્ષા પાસ અન્ય વિષયમાં થાય અને પ્રવેશ અન્ય વિષયમાં મળે ત્યાર તેનું સશોધન રસપૂર્ણ રહેતું નથી અને તે માત્ર કરવા પુરતું મર્યાદિત બને છે. જે વિસંગતતાઓ પણ દુર કરવી જરૂરી બની છે અને તો જ ગ્રેડેશનમાં કાંઈક સુધારો લાવી શકાશે.