રાજુલા તાલુકાના મજાદર કાગધામ ખાતે સોનલમાંના મંદિરે છઠ્ઠા નિર્વણદિનની ઉજવણીમાં રાત્રે મનુ માંની હાજરીમાં દેવાતભાઈ ખવડનો સંતવાણી કાર્યક્રમ ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની હાજરીમાં ભવ્ય રીતે યોજાયો.
રાજુલા તાલુકાના મજાદર કાગધામ સોનલમાંના મંદિરને છઠ્ઠો નિર્વાણદીન શાનદાર રીતે જાગતી જયોત મનુમાંના સાનિધ્યમાં રાત્રે સંતવાણી કાર્યક્રમ ઉજવાયો જેમાં દેવાતભાઈ ખવડ લોક સંસ્કૃતિ તેમજ ભારતીય મુળ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા તેની કડક ભાષામાં દરેકના હૃદય સોસરવી ઉતરી જાય તેવી આગવી ઢબે સાહિત્ય પીરસી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા સાથે મનુમાં સાથે આવેલ લોક સંસ્કૃતિના આરાધક રાજભા ગઢવી, આદીત્ય ગઢવી, જીલુદાન ગઢવી, લોક ગાયક તુલસી બહેન કાપડીએ સંતવાણીમાં જમાવટ કરેલ. આ પ્રસગે સોનલ શકિત યુવા ગ્રુપ દ્વારા આયોજનમાં સર્વે આમંત્રીત મહેમાનો તેમજ નાગલનેસ સીરોડાથી પધારેલ જાગૃતિ જયોત મનુમાંનું સન્માન સાથે સન્માન સમારંભો યોજાયો જેમાં ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તેમજ લાલભાઈ બાધાભાઈ વાધ તથા સાગરભાઈ ડાભીયા સહિત કાઠી ક્ષત્રિયોમાં ચોટીલા સુધી કસ્ટમ ઈન્સપેકટર જયદેવ ચારણ, કીરીટભાઈ મોડ એલટી અધિકારી, પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટ સહિત આહિર, ચારણ સમાજના આગેવાનોન સન્માન સમારંભ યોજાયો.