નવલા નોરતાના સાતમાં દિવસે શહેરના શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકી રાસની રમઝટ બોલાવતા જોવા મળી રહ્યા છે, સોસાયટીઓ, શેરીઓમાં નાના-મોટા આયોજનોમાંએ હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શેરી સોસાયટીઓ સુંદર રીતે શણગાર કરવામાં આવી રહ્યો છે,હંસ વાહિની & સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા નું આયોજન સાત વર્ષથી કરવામાં આવે છે.આ આયોજન બહેનો દ્વારા કરવા માં આવે છે .ટ્રસ્ટ ના પ્રમૂખ અને ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી દિવ્યાબેન વ્યાસ અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું પૂનમબેન વ્યાસ,સરોજબેન રાઠોડ, બીનાબેન સોમાણી, દક્ષાબેન નાથાણી વગેરે સારી જહેમત ઉઠાવી ને આ આયોજન ને સફળ બનાવ્યો હતો. શહેરના કળિયાબીડ વિસ્તારમાં નવી ભગવતી પાર્ક શેરી-2 ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે નવલા નોરતાના સાતમાં દિવસે બેહનો રાસ ની રમઝટ બોલાવી હતી. સોસાયટીના ભાઈઓ-બેહનો એ ટ્રેડિશનલ ટ્રેસમાં અવનવાં સ્ટેપ રમ્યા હતા. ભરતનગર વિસ્તારમાં આવેલ સિંગલ માળીયામાં વર્ષો થી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે આ શેરી ગરબામાં આજુબાજુ શેરીની બેહનો બહોળી સંખ્યામાં ભાગ લે છે અને દરરોજ અવનવા ટ્રેડિશનલ લુકમાં બેહનો રાસ લે છે, ભોળાનાથ મિત્ર મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, રહીશો દ્વારા ખૂબ ઉત્સાહ પૂર્વક પારંપરિક રીતે નવરાત્રિ પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહા આરતી સાથે ગરબા ની રમઝટ થઇ હતી. ભાતીગળ સજાવટ માટે ભોળાનાથ મિત્ર મંડળના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠવવામાં આવી હતી.જેમાં આજુબાજુના શેરીઓના બેહનો રાસની રમઝટ બોલાવે છે. આમ શહેરમાં આવેલ શેરી ગરબાઓનું ખાસુ મહત્વ વધ્યું છે જેને કારણે પરંપરાગત નવરાત્રિ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે આમ, નવરાત્રિ પુરી થવાને માત્ર બે -ત્રણ દિવસો ન બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી ને રાસની રમઝટ બોલાવવામાં મસ્ત બન્યા હતા.