મહુવા તાલુકાના ભગુડા ગામ એજ મોગલધામે મા મોંગલ મંદિરના રર માં પાટોત્સવ નિમિત્તે મોરારીબાપુ હસ્તે છઠ્ઠો માંગલ શકિત એવોર્ડ ૬માં લક્ષ્મણ બાપુ બારોટને કેન્દ્રીય મંત્રી રૂપાલા, માયાભાઈ આહિર, કીર્તીદાન ગઢવીની ઉપસ્થીતિમાં સન્માન કરાયું
મહુવા તાલુકાના ભગુડા ગામ એજ મોંગલધામ ખાતે મોંગલ માના રરમાં પાટોત્સવ નિમિત્તે હસ્તે છઠ્ઠો માંગલશકિત એવોર્ડ શંકરદાન દેથા, યશકરણદાનજી રત્નુ, મેરૂભાઈ ગઢવી, વિદ્યારામજી હરીયાણી, દેવરાજ ગઢવી નાનો ડેરો અને ભજન સમ્રાટ લક્ષ્મણબાપુ બારોટને માંગલ શકિત એવોર્ડ અપાયો. આ પ્રસંગે ર૦,૦૦૦ ઉપર મોંગલ ભકતોનો મહાસાગર ઉભરાયો તેમજ સંતો મહંતોમાં ધનસુખનાથબાપુ છવી વીરડી મહંત, ઈન્દ્ર ભારતીબાપુ ભગીર આશ્રમ ઘાંટવડ અને ભાવનાથ તળેટી મહંત, પૂજય જીવણારામ બાપુ મોંઘીમાની જગ્યા સીહોર મહંત, મનજીબાપા ગુરૂઆશ્રમ બગદાણા, રમજુબાપુ અંબિકા આશ્રમ સાંગાણા તેમજ રાષ્ટ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ભારતીબહેન શિયાળ સાંસદ ભાવનગર, કીર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, હરેશદા સરૂની ખાસ હાજરીમાં બારોટ સમાજનું ગૌરવ લક્ષ્મણદાસ બાપુ બારોટ ભકતીરસ લાગી જતા ભજન ગાવાને બદલે પોતે જ ભજન બની નર્મદા કિનારે મોંગલધામ આશ્રમ બનાવી હજારો સાધુ સંતો તેમજ ભકતો માટે ર૪ કલાક અન્નક્ષેત્ર શરૂ કરી હરીહર હરીહરના સાદ પડાય છે. મોંગલ ભકતોની ખ્યાતનામ સંતો ખ્યાતનામ કલાકારોની હાજરીમાં તપો ભુમિભ ગુડા ધામમાં મોગલ શકિત એવોર્ડ મોરારીબાપુને તેમજ રૂપાલાને હસ્તે અપાયો હતો.