“ખોટ ના ખાડામાં ખેતી કરતી” મનપા મેયર માટે રૂપિયા ૪૫ હજારના ખર્ચે નવો મોબાઈલ ખરીદશે : ૧૮ પદાધિકારીઓ ને પણ ૩ લાખના ખર્ચે નવા મોબાઈલ અપાશે, “લ્યો બોલો કોના બાપની દિવાળી”
એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ભાવનગર મહાનગરપાલિકા ની છે છતાં પ્રજાનાં પૈસે “તાગડધિન્ના” કરવામાં લેશમાત્ર પણ ઉણા ન ઉતરતાં સત્તાધીશો દિવાળીમાં મેયર માટે ૫૦ હજારની કિંમત નો મોબાઈલ ખરીદશે એ સાથે ૧૮ પદાધિકારીઓ ને પણ ૩ લાખના ખર્ચે ૧૮ મોબાઈલ આપશે !!આજરોજ યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઠરાવ મંજૂર કરવામાં આવતાં શહેરના બુદ્ધિ જીવી વર્ગમાં ચર્ચા એ વેગ પકડ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા ની આર્થિક પરિસ્થિતિ ના અહેવાલો અવારનવાર સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતાં રહે છે જેમાં નબળી આર્થિક સ્થિતિ સાથે પ્રજાએ ટેક્સ રૂપે ભરેલાં નાણાં નો મન મરજી મુજબ ખર્ચ મુખ્ય ચર્ચાના એરણે છે ઘણી વાર મહિને મહાનગરપાલિકા કર્મચારીઓ-અધિકારીઓ ને પગાર કરવામાં પણ ફા-ફા પડે છે છતાં માભો ઊંચો ને ઊંચો રાખવામાં માહેર ભાવનગર મહા.પા એ વધુ એક ખોટા ખર્ચ નો એજંન્ડા પાસ કરતાં લોકો માં ભારે રોષ સાથે કચવાટ ફેલાયો છે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા ના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડીંગ બેઠક યોજાઈ હતી જેમાં ૨૪ ઠરાવો રજૂ કરવામાં આવ્યાં હતાં આ ૨૪ પૈકી ૨૩ ઠરાવોને મંજુરી ની મ્હોંર મારવામાં આવી છે પરંતુ પ્રિ-મોન્સૂન કામગીરી માં રી ચેકીંગ નો મુદ્દો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે તથા ૩ ઠરાવ અધ્યક્ષ સ્થાને થી મંજૂર કરવામાં આવ્યાં હતાં જેમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો એ છે કે મેયર કિર્તિબેન દાણીધારિયા માટે રૂપિયા ૪૪,૯૦૦ ના ખર્ચે નવો મોબાઈલ આપવામાં આવશે ઉપરાંત ૧૮ પદાધિકારીઓ માટે પણ રૂપિયા ૩ લાખના ખર્ચે મોબાઈલ ખરીદવામાં આવશે મોબાઈલ ખરીદી માટે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ ખર્ચા ઓએ શહેરીજનોનુ ધ્યાન આકર્ષિત કર્યું છે લોકો માં થતી ચર્ચાઓ મુજબ મહા.પા ની આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે નવા મોબાઈલ ની ખરીદી કેટલા હદે ઉચિત ગણી શકાય ?!!! આ ઉપરાંત શહેરી વિકાસ યોજના અંતર્ગત આવેલી ગ્રાન્ટ થકી વિવિધ વિકાસ કામોની સ્વિકૃતી તૈયાર કરી અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકાર ને મોકલા સહિત ના મુદ્દાઓને આ બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતાં.