બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર દરમિયાન સમગ્ર દેશમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત શામપરા ગામે આવેલ મોડેલ સ્કૂલ સિદસર ખાતે વન વિભાગ ભાવનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર, જિલ્લા પર્યાવરણ ગતિવિધિ ભાવનગર અને મોડલ સ્કૂલ સિદસરના સંયુક્ત ઉપક્રમે ડી. સી. એફ. શ્રી ડૉ. સંદીપકુમાર અને આર. એફ. ઓ. શ્રી વત્સલ પંડ્યાના પ્રતિનિધિત્વમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એ.આઇ. શ્રી એમ. આર. પાંડે સાહેબે ગુજરાતની વન સંપદા વિશે, મોડેલ સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી મનસુખભાઇ બોરીચાએ ઔષધિય વનસ્પતિ તથા પર્યાવરણ ગતિવિધિ વિશે, ફરિયાદકા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઇ સરવૈયાએ કુદરતની જૈવ વિવિધતા વિશે વાત કરી હતી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના આ કાર્યક્રમમાં રાજહંસ નેચર ક્લબના સેવાભાવી સ્વયંસેવકો મલય બારોટ, દેવદત્તભાઇ પાઠક, મિત્તલ પાઠક, નયન રાઠોડ, કુશાલ મકવાણા, યશ વ્યાસ વગેરેએ હાજર રહી વિદ્યાર્થીઓને ચિત્રો દ્વારા વિવિધ પક્ષી, પ્રાણી તથા જીવ- જંતુઓની ઓળખ કરાવી હતી. તેમજ મોડેલ સ્કૂલના શિક્ષક મિત્રો દ્વારા બીજ પ્રદર્શન, અટલ ટિંકલ લેબ, કૌશલ્ય વર્ધન વર્કરૂમનું નિદર્શન કરાવેલ. ત્યાર બાદ રાજ્ય કક્ષાના ઓન એર કાર્યક્રમમાં સૌ જોડાયાં હતાં. જમીન, પાણી અને હવામાં રહેતાં કુદરતના અમૂલ્ય વારસા સમાન તમામ જીવોનાં રક્ષણ, સંવર્ધન અને ઓળખ માટે યોજાયેલ આ કાર્યક્રમનું સુંદર સંચાલન પક્ષીપ્રેમી શિક્ષક પ્રવીણભાઇ સરવૈયા દ્વારા કરવામાં આવેલ. વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીમાં ફોરેસ્ટર શ્રી હરપાલસિંહ ગોહિલ, શ્રી ક્રિપાલસિંહ ગોહિલ, ભાવનાબેન મારૂ, તૃષિકાબેન તથા ગાર્ડ બહેનો શ્રી એમ.કે.સોલંકી અને એસ. કે. પંડ્યા તેમજ સમગ્ર સ્ટાફ અને વન્ય જીવ પ્રેમીઓ હાજર રહેલ.