કોરોનાના કેસોમાં સામાન્ય વધારો, ૨૪ કલાકમાં ૧૫૮૨૩ નવા કેસ

266

સૌથી વધુ કેસ હાલમાં દેશના પાંચ રાજ્યોમાં જ છે. આમાં પહેલા નંબરે કેરળ છે
નવીદિલ્હી,તા.૧૩
કોરોના વાયરસના દૈનિક કેસોમાં મંગળવારે દેખાયેલા એક મોટા ઘટાડા બાદ બુધવારે ફરીથી વધારો જોવા મળ્યો છે અને નવા કેસ ૧૫ હજારથી ઉપર રેકૉર્ડ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧૫,૮૨૩ નવા દર્દી મળ્યા છે જ્યારે ૨૨,૮૪૪ દર્દીઓની રિકવરી થઈ છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે ૨૨૬ લોકોના મોત થયા છે અને મૃતકોનો આંકડો વધીને ૪,૫૧,૧૮૯ થઈ ગયો છે.આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૩,૪૦,૦૧,૭૪૩ અને રિકવર દર્દીઓની સંખ્યા ૩,૩૩,૪૨,૯૦૧ થઈ ગઈ છે. આ દરમિયાન કોરોના વાયરસથી રિકરવ થનાર દર્દીઓની સંખ્યામાં આજે ફરીથી વધારો થયો જેના કારણે સક્રિય કેસ ઘટીને હવે માત્ર ૨,૦૭,૬૫૩ થઈ ગયા છે. વળી, દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનના કુલ ૯૬,૪૩,૭૯,૨૧૨ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે જેમાંથી ૫૦,૬૩,૮૪૫ ડોઝ છેલ્લા ૨૪ કલાકમાં લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સૌથી વધુ કેસ હાલમાં દેશના પાંચ રાજ્યોમાં જ છે. આમાં પહેલા નંબરે કેરળ છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭૮૨૩ નવા કેસ મળ્યા છે. ત્યારબાદ આ લિસ્ટમાં મહારાષ્ટ્ર(૨૦૬૯ કેસ), તમિલનાડુ(૧૨૮૯ કેસ), મિઝોરમ(૧૨૨૪ કેસ) અને પશ્ચિમ બંગાળ(૭૬૮ કેસ) ના નામ શામેલ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં મળેલા કોરોના વાયરસના કુલ કેસોમાંથી ૮૩.૨૬ ટકા કેસ આ પાંચ રાજ્યોમાંથી નોંધવામાં આવ્યા છે જ્યારે ૪૯.૪૪ ટકા કેસ એકલા કેરળમાંથી છે.

Previous articleવડાપ્રધાને ગતિ શક્તિ રાષ્ટ્રીય મિશનને લોન્ચ કર્યું
Next articleત્રાલ એનકાઉન્ટરમાં જૈશનો ટોપ કમાન્ડર શામ સોફી ઠાર