ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલાની રાષ્ટ્રિય વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા-આંબલામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો સંસ્થાના કાર્યકરો સહપરિવાર ઓરકેસ્ટ્રા,ગાયન વાદ્ય સાથે રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરેલ.નવાગામ હાઈસ્કુલના આચાર્ય શ્રીઅગરસંગભાઈએ મધુર કંઠે ગરબા ગાઈ સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. આ તકે વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના ટ્રસ્ટી પ્રશાન્તભાઈ ભટ્ટ,લાલજીભાઈ નાકરાણી, ચમો.વિદ્યાલયના આચાર્ય ઘનશ્યામભાઈ રાઠોડ તેમજ બહોળી સંખ્યામાં મહેમાનો વિશેષ ઉપસ્થિત રહેતાં રાસ ગરબા બાદ અલ્પાહારની ઉજાણી કરેલ. શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયાના માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પરિવાર ભારે જહેમત ઉઠાવી હતી.