રાજુલાથી નાગેશ્રી દુધાળા હેમાળ નેશનલ હાઈવે ફોરટેક બનશે ખરો પણ ખેડુતો પાયમાલ થાય ત્યારે? પાથરેલ માટી ખોદી ગયેલ રોડની ધુડની ડમરીઓથી ઉભો પાક નિષ્ફળ અને દરરોજ ધુડની ડમરીઓથી એકસીડન્ટની હારમાળા સર્જાઈ રહી છે.
નાગેશ્રીથી દુધાળા, ધોળાદ્રી, જીકાદ્રી, હેમાળ સુધીના ખેડુતોનો મહામુલો પાક નેશનલ હાઈવેના રોડની ઉડતી ધુળની ડમરીઓથી સાવ નિષ્ફળ તેમજ રોજે રોજ ધુડની ડમરીના આગળ કોઈ દેખાવાનું બંધં થઈ જતા રોજરોજ એકસીડન્ટની હારમાળા અને એકસીડન્ટ થઈ ગયેલ વાહનોને ખાળીયામાંથી બહાર કાઢવા ક્રેન તો ત્યાને ત્યાં જ રાખવી પડે છે. તંત્ર દ્વારા સર્વે કરી અનેર ોડની ધુડની ડમરીઓથી ઉભો પાક બળી ગયો તેની તપાસ કરી અને ખેડુતોને તેનું વળતર ચુકવો નહીં તો પાંચ ગામના ખેડુતો દ્વારા આગામી દિવસોમાં ગાંધી ચિન્ધા માર્ગેથી લઈન ેશનલ હાઈવે ચકકાજામ કરવા મજબુર થવુ પડશે તેમ નાગેશ્રી માજી સરપંચ અજયભાઈ વરૂ દ્વારા જણાવાયું છે.