વાયુસેનાની તાકાત વધી, ૩ રાફેલ જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા

385

ભારત પાસે ૨૬ રાફેલ હતા, વધુ ૩ વિમાન આવવાથી ભારત પાસે ૨૯ રાફેલ થયા, દેશની ઉત્તર-પૂર્વ સીમા પર મોટી સંખ્યામાં ફાઈટર જેટ તહેનાત થઈ શકશે
ગાંધીનગર,તા.૧૪
ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. વધુ ત્રણ રાફેલ વિમાન જામનગર પહોંચી ચૂક્યા છે. ફ્રાંસના એરબેઝથી જામનગરમાં આ રાફેલ વિમાનો લેન્ડ થયા. અત્યાર સુધી ભારત પાસે ૨૬ રાફેલ વિમાન હતા. વધુ ૩ વિમાન આવવાથી હવે ભારત પાસે કુલ ૨૯ રાફેલ વિમાન થઈ જશે. ૨૯ રાફેલ વિમાન સામેલ થયા બાદ દેશની ઉત્તર અને પૂર્વ સીમા પર મોટી સંખ્યામાં ફાઈટર જેટ તહેનાત થઈ શકશે. રાફેલ એક સક્ષમ વિમાન માનવામાં આવે છે. ૨૦૧૬માં ભારત અને ફ્રાંસ વચ્ચે ૩૬ રાફેલ વિમાનની ડીલ થઈ હતી. જેમાંથી ૨૯ આવી ગયા છે. ખાસ કરીને ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં થયેલા વિવાદ બાદ ભારતને ઝડપથી રાફેલ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. ચીનની સાથે ચાલી રહેલ સૈન્ય ગતિરોધની વચ્ચે ભારતીય વાયુસેનાને વધુ મજબૂતી મળી છે. ત્રણ વધુ રાફેલ લડાકૂ વિમાનોની ટુકડીએ ફ્રાન્સથી ક્યાંય રોકાયા વગર બુધવારે ગુજરાતના જામનગરમાં લેન્ડ કર્યું છે. ત્રણ નવા ફાઈટર જેટ રાફેલની સંખ્યા ૩૬ માંથી ૨૯ સુધી વધી ગયા છે. જેને ભારતે ૨૦૧૬ માં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના સોદામાં ઓર્ડર કર્યા હતા. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જામનગર એરપોર્ટ પર ત્રણેય લડાકુ વિમાન લેન્ડ થઈ ચૂક્યા છે. આ મહિનાની શરૂઆતમાં એરચીફ માર્શલ વીઆર ચૌધરીના વાયુસેનાના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ ફ્રાન્સથી રાફેલ આવવાની આ પહેલી ખેપ છે. ફ્રાન્સથી આવેલા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્કોવર્ડન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં ૧૦૧ સ્કોવર્ડનને આપવામાં આવશે. કેન્દ્રએ લગભગ ૬૦ હજાર કરોડના ખર્ચે ૩૬ રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર ૨૦૧૬ માં ફ્રાન્સની સાથે કરાર કર્યા હતા. પાંચ રાફેલ વિમાનોની પહેલી ટુકડી ગત વર્ષે ૨૯ જુલાઈના રોજ ભારત આવી હતી. તો બીજા ત્રણ રાફેલ જેટ આગામી ડિસેમ્બર મહિના સુધીમાં ભારત પહોંચવાની તૈયારી કરી રહ્યાં છે. ૨૬ જાન્યુઆરી સુધી તે સ્કોવર્ડનમાં સામેલ થઈ જશે. યોજના અનુસાર, ૩૬ મા અને અંતિમ રાફેલમાં વિશેષ સુવિધા હશે, જે વધુ ઘાતક અને કાબેલ હશે.

Previous articleફરીથી વધ્યુ કોરોનાનુ જોખમ, ૨૪ કલાકમાં ૧૮૯૮૭ નવા દર્દી, ૨૪૬ લોકોના મોત
Next articleપેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩૫-૩૫ પૈસાનો વધારો થયો