શહેરમાં વિવિધ સ્થળોએ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો
આસુરી શક્તિઓ પર વિજય પ્રાપ્ત કરવાનાં મહાપર્વને દરવર્ષે વિજયાદશમીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આજરોજ ભાવનગર શહેર-જિલ્લામાં “દશેરા” પર્વની વિવિધતા સભર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ક્ષત્રિયો દ્વારા શસ્ત્ર પૂજન કર્યું હતું. શહેરમાં વિવિધ સ્થળોએ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા સિંધુનગર ખાતેથી રેલી યોજી હતી. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી નવાપરા ખાતે આવેલ સમાપન થઈ હતી, નવાપરા ખાતે આવેલ કારડીયા રાજપૂત સમાજની વાડી ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
શહેરના ડીએસપી ઓફિસ ખાતે પોલીસ વિભાગ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને પોલીસ વિભાગ હેડ ક્વાર્ટરમાં હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર એસપી, ડીવાયએસપી, પીઆઇ તથા કોન્સ્ટેબલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયાઓ હતો. એસપીએ જણાવ્યું હતું કે નવરાત્રિના દરમિયાન ખુબજ શાંતિ પૂર્વક વીત્યા હતા.
દર વર્ષે નવરાત્રિના દસમાં દિને દશેરા પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેમાં શસ્ત્ર-આયુધો ધારકો દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રોનુ પૂજન કરી હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે.