સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિજયા દશમી નિમિતે શસ્ત્ર પૂજન યોજાયું

792

અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય અને અન્યાય પર ન્યાયના વિજયનું પર્વ એટલે વિજયા દશમી પર્વએ ભાવેણાંના ભૂદેવો એ આજે
બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરાજીના સાનિધ્ય આખલોલ જગાતનાકા પાસે પરશુરામજીનું શસ્ત્ર એવી ફરશીની પૂજા કરી શસ્ત્ર પૂજન કરાયું હતું….
વિજયા દશમી તહેવાર એ લંકાપતિ રાવણ પર રામના વિજયના પ્રતિકના રૂપમાં મનાવવામાં આવે છે ત્યારે ભાવેણાંના ભુદેવોએ આજે અલગ અને નવો ચીલો સમાજ સમક્ષ રજુ કર્યો હતો સમાજમાં અખૂટ અને અભેદ શક્તિ ધરાવતા લંકા પતિ લંકેશ પણ બ્રાહ્મણ હતા અદભુત શક્તિ અને શિવ ઉપાસનાની તાકાત ને કારણે સમગ્ર સૃષ્ટિ પર તેઓનું સામ્રાજ્ય હતું ત્યારે આજે વિજયા દશમીએ ભાવેણાં ના ભૂદેવો એ સમાજને અને આવનારી પેઢીને રાહ ચિંધતા એક અનોખો કાર્યક્રમ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાવણની અપાર શક્તિ છતાં વિજય સત્યનો થયો હતો ત્યારે પોતાની તકાતને ધર્મની સ્થાપના માટે અનેક વખત શસ્ત્રો ચલાવી દુનિયાને અધર્મથી મુક્તિ અપાવનાર ભગવાન પરશુરામજીના શસ્ત્રનું ભાવેણાં ભુદેવોએ પૂજન કર્યું હતું શાસ્ત્ર અને શસ્ત્ર વડે સમાજને રાહ ચિધનારા ભૂદેવો આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કર્યું હતું.

આજના કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા અધ્યક્ષશ્રી ગૌતમભાઈ દવે, મહામંત્રીશ્રી શશીભાઈ તેરૈયા, આશુતોષ વ્યાસ, મહિપતભાઈ ત્રિવેદી, તેજસભાઈ જોશી, કેતનભાઈ વ્યાસ, અલકેશભાઈ ભટ્ટ, રાજુભાઇ ઉપાધ્યાય, સંજયભાઈ રાવલ, પારુલબેન ત્રિવેદી, દિવ્યાબેન વ્યાસ, શિલ્પાબેન દવે, જ્યોતિબેન દવે, આશાબેન, જ્યોત્સનાબેન પંડ્યા, ક્રિષ્નાબેન શુકલા, એસ.ડી.રાવલ, જીતુભાઇ પંડ્યા, જીતુભાઇ પીપુડી, ચેતનભાઈ ત્રિવેદી, જીતુભાઇ બોરીસાગર, કુલદીપ ભાઈ પંડ્યા, અમિત ત્રિવેદી, ડો.મહેન્દ્રભાઈ મહેતા, કૌશિકભાઈ ચાંદલિયા, મહેશભાઈ રીતેશભાઈ, તરૂણભાઈ, ગૌરાંગભાઈ જાની સહિતના બ્રમઅગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે વિજયાદશમી પર્વએ શસ્ત્ર પૂજન કર્યું હતું.

Previous articleભાવનગરમાં છેલ્લા નોરતે બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી રાસની રમઝટ બોલાવી
Next articleવલ્લભીપુરની પૌરાણિક ગરબીમાં બાળાઓને સ્મૃતિ ભેટનું વિતરણ