નવરાત્રીની શરૂઆત જ આરએસએસની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે, તોડવું નહીં જોડવું આપણી સંસ્કૃતિ : મોહન ભાગવત
નાગપુર, તા.૧૫
નવરાત્રીની શરૂઆતની સાથે જ આરએસસની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. વિજયદશ્મીનાં દિવસે નાગપુરમાં આયોજિત કરવામાં આવેલાં કાર્યક્રમમાં સરસંઘચાલક ઉપસ્થિત છે અને તેઓ સ્વંયસેવકોને સંબધિત કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ આજે શુક્રવારે તેનો ૯૬મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. હિન્દી તિથિ મુજ વિજયદશ્મીનાં દિવસે ૧૯૨૫માં આરએસએસની સ્થાપના થઇ હતી. નવરાત્રીની શરૂઆત જ આરએસએસની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. વિજયાદશ્મીનાં દિવસે નાગપુરમાં આયોજિત કરવામાં આવેલાં આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવ ત ઉપસ્થિત રહ્યાં હતાં. મોહન ભાગવતે પહેલાં શસ્ત્ર પૂજન કર્યું જે બાદ મોહન ભાગવતે સ્વંયસેવકને સંબોધિત કર્યા. પોતાનાં સંબોધન દરમીયાન મોહન ભાગવતે કહ્યું કે, આ વર્ષ આપમી સ્વાધીનતાનો ૭૫મું વર્ષ છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં આપણે સ્વાધીન થયા. આપણે આપમાં દેશને સૂત્ર દેશને આગળ ધપાવવા માટે સ્વયંનાં હાથમાં લીધુ છે. સ્વાદીનતાથી સ્વતંત્રતા તરફની અમારી યાત્રાનો આ પ્રારંભ બિંદુ હતું. આપણને આ સ્વાધીનતા રાતો રાત નતી મળી. સ્વતંત્ર ભારતનું ચિત્ર કેવું હોય તેની ભારતની પરંપરા અનુસાર સમાન કલ્પનાઓ મનમાં લઇને દેશનાં તમામ ક્ષેત્રોથી તમામ જાતિવર્ગથી નીકળી વીરોની તપસ્યા ત્યાગ અને બલિદાનનાં હિમાલય ઉભા કર્યા છે. મોહન ભાગવતે આ દરમિયાન કહ્યું હતું કે, વિભાજનની ટીસ હજુ સુધી ગઇ નથી. તેમણે કહ્યું કે, આપણી પેઢીઓને ઇતિહાસ અંગે જણાવવું જોઇએ. જેથી આવનારી પેઢી તેમની આગળની પેઢીને આ અંગે જણાવે. આપને જણાવી દઇએ કે, આયોજન કોરોના ગાઇડલાઇનનું પાલન કરતાં થઇ રહ્યું છે. આ વખતે ફક્ત ૨૦૦ લોકોને જ તેમાં ભાગ લેવાની પરવાનગી છે. વિજયાદશ્મીનાં દિવસે ૧૯૨૫માં સંઘની સ્થાપના થઇ હતી. આ દિવસે સંઘની શાખાઓ પર સ્વયંસેવક શક્તિનું મહત્વ યાદ રાખવા માટે પ્રતીકાત્મક રૂપે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ઘણી શાખાઓ મળી એક સાથે મોટા કાર્યક્રમનાં આયોજન પણ કરે છે. વિજયાદશ્મીથી પ્રેરણા લઇ રાષ્ટ્ર માટે કાર્ય કરવાં સંબંધમાં સંઘનાં કોઇ અધિકારી અથવા સમાજનાં કોઇ ગણમાન્ય વ્યક્તિનું ભાષણ હોય છે.