નવલા નોરતાનો તહેવારનાનો આસ્થા અને હર્ષોલ્લાસ ભેર સમાપન
ભાવનગર શહેરમાં નવલા નોરતાના પુરી આસ્થા અને હર્ષોલ્લાસ ભેર સમાપન થયું હતું. સરકાર દ્વારા તહેવારોમાં છૂટછાટ સાથે ઉજવવાની પરવાનગી આપી હતી ત્યારે નવલી નવરાત્રી ના પર્વને સરકાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી હતી,સોસાયટીઓ, શેરીઓ, શાળા-કોલેજોમાં નાના-મોટા આયોજનોમાંએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શેરી સોસાયટીઓ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો હતો અને જુદી-જુદી જગ્યાએ , ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સહિતના આયોજનો કરવામાં આવ્યાં હતા.
ભાવનગર શહેરના શાસ્ત્રીનગર માં શેરી નંબર છ માં નવરાત્રિ મહોત્સવની ઉજવણી અંતિમ ચરણમાં પણ ધૂમ મચાવી રહી છે. નવમા નોરતે બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી ગરબા લીધા હતા, અંતિમ નોરતે સોસાયટીની બહેનો મોટી સખ્યામાં ગરબા લેવા માટે જોડાયા હતા, અહીં છેલ્લા છ વર્ષથી સોસાયટીમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. બેસ્ટ ટ્રેડિશનલ વેર તથા બેસ્ટ સ્ટેપ લીધા હોય તે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરાયા હતા, આમ, શહેરમાં આવેલ શેરી ગરબાઓનું ખાસુ મહત્વ વધ્યું છે જેને કારણે પરંપરાગત નવરાત્રિ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે આમ, નવરાત્રિના છેલ્લા દિવસે ખેલૈયાઓ મન મૂકી રાસની રમઝટ બોલાવી હતી, શેરી ગરબાના આયોજનોમાં સોસાયટીઓમાં, શેરીઓમાં છેલ્લા થોડા વર્ષોથી નવો ચાલ શરૂ થયો છે જેમાં ગરબા ના વિરામ વચ્ચે કે ગરબા પુરા થાય ત્યારે નાસ્તાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાજી-પાવ, ઈડલી-ઢોસા, ફાફડા-જલેબી, ભજીયા, ભૂંગળા-બટેટા સહિતના આયોજન કરવામાં આવે છે.