ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઇ રહી છે. અમદાવાદના લાલ દરવાજા સ્થીત આવેલી મહાગુજરાત ચળવણના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને સીએમએ ફૂલાંજલી અર્પી છે. આ સાથે જ ગુજરાત સ્થાપના દિવસની આજની ઉજવણીનો આરંભ થયો છે. મહત્વનુ છે કે રાજય કક્ષાની ઉજવણી આ વખતે ભરૂચમાં થઇ રહી છે. સીએમ રૂપાણી ભરૂચ અને આસપાસના વિસ્તારમાં અનેક વિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.