રાહુલ ગાંધીને ફરીવાર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાના ચક્રો ગતિમાન

220

કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે પ્રસ્તાવ મૂક્યો : રાજ્સ્થાનના મુખ્યમંત્રીના પ્રસ્તાવને કોંગ્રેસની કાર્યકારી સમિતિના અન્ય સભ્યોએ પણ સમર્થન આપ્યું
નવી દિલ્હી , તા.૧૬
કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં ફરી એક વખત રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી.રાજસ્થાન સીએમ અને કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસનુ નેતૃત્વ કરવુ જોઈએ. જેને કમિટીના બીજા સભ્યોએ સમર્થન આપ્યુ હતુ. હાલમાં તો સોનિયા ગાંધી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે. આ પહેલા રાહુલ ગાંધી ૨૦૧૭માં અધ્યક્ષ બન્યા હતા અને એ પછી ૨૦૧૯માં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. રાહુલ ગાંધીને બીજા નેતાઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ સ્વીકારવા તૈયાર થયા નહોતા. આખરે સોનિયા ગાંધીએ કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળવી પડી હતી. આમ કોંગ્રેસના અધ્યક્ષ પદની ખુરશી બે વર્ષથી ખાલી છે અને જે રીતે વર્કિંગ કમિટીમાં ચર્ચા થઇ છે એ પ્રમાણે ૨૦૨૨માં જ અધ્યક્ષ પદની ચૂંટણી થવાની છે. આ સંજોગોમાં બીજુ એક વર્ષ આ પદ ખાલી રહેશે.

Previous articleહું જ પાર્ટી અધ્યક્ષ, મીડિયા દ્વારા વાત કરવાની જરૂર નથી : સોનિયા ગાંધી
Next articleખાલી કરાવવામાં આવે સિંધુ બોર્ડર, દલિત યુવકની હત્યાનો કેસ સુપ્રીમમાં પહોંચ્યો