વડોદરા- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે વડોદરા સહિત મધ્ય ગુજરાતના સાત જિલ્લાના લોકો અને ધાર્મિક, સામાજીક સહિત તમામ પ્રકારની સંસ્થાઓ, ઓૈદ્યોગિક એકમો, મંડળો અને નાગરિક સંગઠનોને સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં સહ ભાગીદાર બનવા અનુરોધ કર્યો છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર,આણંદ અને ખેડા જિલ્લાઓમાં એક મહિનાના આ અભિયાન દરમિયાન જળસંચયના ૭૭૯૫ કામો કુલ રૂ.૯૦.૪૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. વડોદરા જિલ્લામાં કુલ ૧૭૭૭ કામો રૂ. ૧૬.૬૩ કરોડના ખર્ચે હાથ ધરવામા આવશે જેનાથી તળાવો સહિતના જળ સ્ત્રોતોની પાણી સંગ્રહની ક્ષમતા વધશે.