ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય અને હાલમાં જ નવા મંત્રીમંડળમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત થયેલા જીતુ વાઘાણી એ ભાવનગરની મુલાકાત લીધી હતી. ભાવનગર ખાતે આજે રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ પોતાના કાર્યાલય ખાતે આજે લોક પ્રશ્ન સાંભળ્યા હતા. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી મંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત તેમના કાર્યાલય એ આવ્યા હતા. અહીં તેમને લોક પ્રશ્ન સાંભળીયા હતા. આ ઉપરાંત તેઓ પ્રથમ વખત કાર્યાલય એ લોકો મોટી સનખ્યામાં શુભેચ્છા પાઠવવા પણ આવ્યા હતા.
ભાવનગર પશ્ચિમ વિસ્તારના લોકોના પ્રશ્નો અંગે જીતુ વાઘાણીએ ખાસ કાર્યાલય ખાતે સમય ફાળવ્યો હતો,ભાવનગર પશ્ચિમ વિસ્તારના લોકોના લોક પ્રશ્નો નિયમિત રીતે સાંભળવા માટે જીતુ વાઘાણી સમય ફાળવતા હોય છે પરંતુ રાજ્યમાં કેબિનેટ શિક્ષણ મંત્રીની જવાબદારી આપ્યા બાદ હવે ભાવનગર આવું મુશ્કેલ બન્યું છે, ત્યારે પોતાના વ્યસ્ત શિડ્યુલ માંથી સમય કાઢીને જીતુ વાઘાણી ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા અને પશ્ચિમ વિસ્તારના લોકોની સમસ્યા અને મુશ્કેલી અંગે પ્રશ્નો સાંભળ્યા હતા. જે અંગે જીતુ વાઘાણી દ્વારા જણાવ્યું હતું કે મંત્રી બન્યા પછી શિક્ષણ વિભાગની મોટી જવાબદારી આવી છે. પરંતુ શિક્ષણ મંત્રી પહેલા પોતે એક ધારાસભ્ય પણ છે. ક્યારે પોતાના મતવિસ્તાર ના લોકો ધારાસભ્ય પાસે કોઈ આશા રાખીને બેઠા હોય છે ત્યારે આજે ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા કમલમ કાર્યાલય ખાતે આવી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને લોકો ના પ્રશ્ન સાંભળી ને મહત્તમ ઉકેલ આવે તેવાપ્રયાસો કર્યા છે.