ભારતીય નાણાંમંત્રી અમેરિકામાં માસ્ટરકાર્ડ ,ફેડએક્સ , સિટી ગ્રૂપ, આઈબીએમ, પ્રુડેન્શિયલ ફાઈનાન્સ તેમજ લેગાટમ જેવી દિગ્ગજ કંપનીના સીઈઓને મળ્યા
વોશિંગ્ટન,તા.૧૭
ભારતના નાણા મંત્રી નિર્મલા સિતારમન હાલમાં અમેરિકાની મુલાકાતે છે અને તેમણે શનિવારે ઉદ્યોગ જગતના દિગ્ગજ સીઈઓ સાથે મુલાકાત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં તમામ રોકાણકારો અને ઉદ્યોગો માટે ઘણી બધી તકો છે.ભારતે કોરોનાના પડકારજનક સમયમાં પણ ડિજિટલાઈઝેશન કર્યુ છે. સીતારમન જેમને મળ્યા હતા તેમાં માસ્ટરકાર્ડ ,ફેડએક્સ , સિટી ગ્રૂપ, આઈબીએમ, પ્રુડેન્શિયલ ફાઈનાન્સ તેમજ લેગાટમ જેવી દિગ્ગજ કંપનીના સીઈઓનો સમાવેશ થયો હતો. માસ્ટરકાર્ડના કાર્યકારી ચેરમેન અજય બંગાએ કહ્યુ હતુ કે, ભારત સતત ઈકોનોમીમાં સુધારા કરી રહ્યુ છે.માસ્ટરકાર્ડ ભારતમાં રોકાણ કરવાનુ ચાલુ રાખશે.તો બીજી તરફ સિટી ગ્રૂપના સીઈઓ જેન ફ્રેઝરે કહ્યુ હતુ કે, ભારતમાં કામગીરીનો અમારો ઈતિહાસ બહુ ગૌરવપૂર્ણ છે.
સપ્લાય ચેનમાં આવેલી રુકાવટને લઈને ચિંતા છે પણ આ સ્થિતિ આખી દુનિયામાં છે.ભારતે કરેલુ ડિજિટલાઈઝેશન પ્રભાવશાળી છે.ભારત આગામી દિવસોમાં ડિજિટલ વેપાર અને ડિજિટલ સેવાઓનુ દુનિયાનુ મુખ્ય કેન્દ્ર બનશે.
Home National International ભારત ડિજિટલ વેપાર અને ડિજિટલ સેવાઓનું વિશ્વનું મુખ્ય કેન્દ્ર બનશે : નિર્મલા...