SBI ભાવનગર દ્વારા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળાને 10 કમ્પ્યુટર અપર્ણ કરાયા

602

SBI ગુજરાતના CGM શમશેરસિંઘ માનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
SBI ભાવનગર દ્વારા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળાને SBI ગુજરાતનાં સી.જી.એમ શમશેરસિંઘ માનની વિશેષ ઉપસ્થિતિમાં 10 કમ્પ્યુટર અર્પણ કરવામાં આવ્યા હતા.
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં નવા શરુ કરાયેલ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે આજરોજ SBIનાં ટ્રેનીંગ સેન્ટર ભાવનગર ખાતે એસ.બી.આઈ ગુજરાતનાં સી.જી.એમ શમશેરસિંઘ માનનાં વરદહસ્તે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીને 10 કમ્પ્યુટર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાની પ્રવૃત્તિઓની વિગત લાભુભાઈ સોનાણીએ આપી હતી. જ્યારે એસ.બી.આઈ ગુજરાતનાં સી.જી.એમ શમશેરસિંઘ માને જણાવ્યું હતું કે સંસ્થાની પ્રવૃતિઓમાં એસ.બી.આઈ વખતોવખત આ રીતે સહભાગી થતી રહેશે. થોડા સમય પહેલા સંસ્થાને ફાળવવામાં આવેલ મેઈન્ટેનન્સ અને દેખભાળ જોઈ અમો ખુશી અનુભવીએ છીએ. ભવિષ્યમાં પણ આ પ્રકારનાં પ્રોજેક્ટમાં બેંક યથાયોગ્ય આર્થિક સહયોગ કરતી રહેશે.
આ પ્રસંગે હિતેશભાઈ દવે (AGM SBI LD DIRECTOR), રાજીવકુમાર (જનરલ મેનેજર – NW III), દેબાસીસ મોહંતી (DGM- BEO), વિપુલભાઈ પરીખ (એસ.બી.આઈ ટ્રેનીંગ સેન્ટર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકાળિયાર અભ્યારણ્ય ત્રણ મહિના બાદ ફરી શરૂ થયું, બે દિવસમાં 500 પ્રવાસીઓએ મુલાકાત કરી
Next articleગોહિલવાડમાં આવેલા ખેત ઉત્પન્ન ખરીદ-વેચાણ બજારોમાં ખરીફ પાકોની આવક શરૂ