મોરારિબાપુ દ્વારા કેરળના પુર પીડિતો માટે એક લાખ પચીસ હજારની સહાય

239

ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને કારણે ઋતુઓમાં અણધાર્યા ફેરફારો થતા જોવા મળે છે. એક તરફ સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેવે વખતે ગત બે-ત્રણ દિવસો દરમ્યાન કેરળમાં ભારે વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પુરની સ્થિતિ સર્જવા પામી છે. પુરની પરિસ્થિતિને કારણે ૨૧ લોકોના મૃત્યુ પણ થયા છે અને અનેક લોકો હજુ લાપતા પણ છે.
પૂજ્ય મોરારિબાપુએ ગઈકાલે કેરળના રાજ્યપાલ મહામહીમ શ્રી આરીફ મોહમદ ખાન સાહેબ સાથે ટેલીફોનીક વાતચીત કરી કેરળમા આવેલા પુરને લીધે ઉદ્દભવેલી સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. પૂજ્ય બાપુએ અસરગ્રસ્ત લોકો માટે એમની સંવેદના મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ વ્યક્ત કરી હતી. અને અતિ ભારે વરસાદને લીધે જેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને તત્કાલ સહાય મળે તે હેતુથી હનુમાનજીની સાંત્વના સ્વરૂપે શ્રી. ચિત્રકૂટધામ ટ્રસ્ટ તલગાજરડા તરફથી રૂપિયા એક લાખ પચીસ હજારની તત્કાલ સહાય મોકલવા જણાવેલ છે. આ રાશી કેરળ રાજ્યપાલના રીલીફ ફંડ એકાઉન્ટમા મોકલવામાં આવશે. તેમ જયદેવભાઈ માંકડ ની યાદીમાં જણાવ્યું છે.

Previous articleરાણપુરમાં શ્રી રાંદલધામ મંદીરે વલ્લભ ભટ્ટ રચીત ગરબાનું આયોજન કરવામાં આવ્યુ..
Next article“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત ભાવનગર મહાપાલિકા કક્ષાની અંડર-૧૯ શાળાકીય રમતોત્સવ ૨૦૨૧-૨૨ યોજાયો