ચીનની ચાલબાજીથી વિશ્વભરમાં હોબાળો થયો

165

ચીન દ્વારા સમગ્ર વિશ્વની જાણ બહાર અંતરિક્ષ મારફતે પરમાણુ મિસાઈલનું પરિક્ષણ કર્યું
બેઇજીંગ, તા.૧૮
સામાન્ય મિસાઇલો બેલેસ્ટીક ટ્રેજેક્ટરી પ્રમાણે ચાલે છે, એટલે કે તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે. જેનાં કારણે દુશ્મનોને તૈયારી અને કાઉન્ટર એટેકની તક મળે છે. હાઇપરસોનિક મિસાઇલની ગતિ એટલી વધારે હોય છે તે દુશ્મનને તેના રસ્તા અને નિશાન વિશે કોઇ જાણકારી જ નથી હોતી. તેથી વિશ્વભરમાં ચિંતા વ્યક્ત થઇ રહી છે કે આવી મિસાઇલો જ્યારે ઉપયોગમાં આવશે ત્યારે બધા દેશોના એરડિફેન્સ સિસ્ટમ પણ તેને ટ્રેક નહીં કરી શકે.ચીને ગત ઓગસ્ટમાં સમગ્ર વિશ્વને અંધારામાં રાખી અંતરિક્ષમાંથી હાઇપરસોનિક પરમાણુ મિસાઇલનું પરિક્ષણ કર્યુ છે. બ્રિટીશ અખબાર ફાયનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ પરમાણુ હથિયારથી સજ્જ મિસાઇલને અંતરિક્ષની નીચલી કક્ષામાં મોકવવામાં આવી હતી. અહીંથી મિસાઇલે પૃથ્વીનું એક ચક્કર લગાવ્યું હતું અને ત્યારબાદ તેના નિશાન તરફ ત્રાટકી હતી. અહેવાલ પ્રમાણે આ પરિક્ષણ સંપૂર્ણ સફળ નહોતું રહ્યું પરંતુ ચીનના આ મોટા પગલાં વિશે જગત જમાદાર અમેરિકાને પણ કોઇ જાણકારી નહોતી. જેનાં કારણે અત્યારે અમેરિકા સહિતના દેશોની ગુપ્તચર સંસ્થાઓ આશ્ચર્યમાં છે. મિસાઇલ પરિક્ષણની જાહેરાત કરતા ચીને આ પરિક્ષણને ખૂબ જ ગુપ્ત રાખ્યું હતું અને પરિક્ષણને સંપૂર્ણ સફળતા પણ મળી નહોતી કારણ કે મિસાઇલ તેના નિર્ધારિત નિશાનથઈ ૩૨ કિલોમીટર દૂર ત્રાટકી હતી. અખબારે ગુપ્સ સૂત્રોનો હવાલો આપી દાવો કર્યો છે કે લોન્ગ માર્ચ રોકેટમાં હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકને અંતરિક્ષમાં મોકલ્યું હતું. ા પરિક્ષણના અહેવાલો બહાર આવતા અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓ પણ આશ્ચર્યમાં છે. અમેરિકન રક્ષા મંત્રાલયના પ્રવક્તા જોન કિર્બીનું કહેવું છે કે તેઓ આ અહેવાલ વિશે કોઇ ટિપ્પણી કે પ્રતિક્રિયા આપવા માગતા નથી. જો કે તેમણે એટલું કહ્યું છે કે ચીનની સૈન્ય ક્ષમતાઓ અંગે સતત ચિંતાઓ વ્યક્ત થઇ રહી છે. જેના કારણે વિશ્વના વિવિધ વિસ્તારોમાં સમસ્યાઓ અને ચિંતાઓ વધશે. આ કારણોસર જ અમેરિકા ચીનને પ્રથમ ક્રમાંકનો પડકાર માને છે. ઓગસ્ટ-૨૦૨૧માં કરવામાં આવેલા આ પરિક્ષણને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનને આ લેટેસ્ટ ટેકનોલોજીમાં સફળતા મળી તો તે દુનિયારભરના એર ડિફેન્સ સિસ્ટમને માત આપી પોતાની મનમાની કરશે. મિસાઇલ ભલે તેના નિર્ધારિત લક્ષ્યથી ૩૨ કિલોમીટર દૂર જઇને પડી હોય પરંતુ આ હરકથી એક બાબત સ્પષ્ટ થઇ છે કે ડ્રેગન તેની આ ક્ષમતા વિકસાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. ચીન ઉપરાંત અમેરિકા, રશિયા અને અન્ય સાત દેશો પણ હાઇપરસોનિક પરમાણુ મિસાઇલો પર કામ કરી રહ્યા છે. હાઇપરસોનિક મિસાઇલોની બાબતમાં રશિયા અત્યારે સૌથી આગળ છે. હાઇપરસોનિક મિસાઇલો અન્ય મિસાઇલોની જેમ જ પરમાણુ હથિયારોનું વહન કરે છે પરંતુ તેની ગતિ ધ્વનિની ગતિથી પાંચ ગણી વધારે હોય છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article૨૪ કલાકમાં ૧૩,૫૯૬ નવા કેસ, ૧૬૬નાં મોત